________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ આઠમું પર્વ
પદ્મપુરાણ ત્યજીને ભૂમિગોચરીને પરણી. આવા વિચારથી તે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે રાજા શુક્રધનુએ હરિર્ષણને કહ્યું કે હું યુદ્ધમાં જાઉં છું અને તમે નગરમાં રહો, દુરાચારી વિદ્યાધર યુદ્ધ કરવા આવ્યા છે. તે વખતે હરિષણ સસરાને કહેવા લાગ્યા કે જે બીજાના કાર્ય માટે પણ ઉદ્યમ કરે તે પોતાના કામ માટે કેમ ન કરે? તેથી હું પૂજ્ય! મને આજ્ઞા આપો. હું યુદ્ધ કરીશ. સસરાએ તેમને અનેક પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો, પણ તે ન રોકાયા. વિવિધ પ્રકારનાં હથિયારોથી સજ્જ થઈને પવનવેગી અશ્વો જોડેલા રથમાં તે ચડ્યા. તેમની પાછળ મોટા મોટા વિધાધરો ચાલ્યા. કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વો ઉપર અને કેટલાક રથોમાં બેઠા. પરસ્પર મહાન યુદ્ધ થયું. શક્રધનુની થોડીક ફોજ પાછી હુઠી ત્યારે હરિપેણ પોતે યુદ્ધ કરવા તત્પર થયા. તેમણે જે તરફ રથ ચલાવ્યો તે તરફ ઘોડા, હાથી મનુષ્ય, રથ કોઈ ટકી શક્યું નહિ. બધા બાણથી વીંધાઈ ગયા. ધ્રુજતા ધૃજતા બધા યુદ્ધ છોડીને ભાગ્યા અને બોલવા લાગ્યા કે ગંગાધર રાજાએ ભૂંડું કર્યું કે આવા મહાપુરુષ સાથે યુદ્ધ કર્યું. આ સાક્ષાત્ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો ફેલાવે છે તેમ આ બાણોની વર્ષા કરે છે. પોતાની ફોજને હુઠતી જોઈને ગંગાધર મહિધર ભાગ્યો અને ત્યારપછી ક્ષણમાત્રમાં રત્ન ઉત્પન્ન થયાં. દસમાં ચક્રવર્તી મહાપ્રતાપ ધારણ કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા. જોકે તેમણે ચક્રવર્તીની વિભૂતિ મેળવી પણ, પરંતુ પોતાની સ્ત્રીરત્ના મદનાવલિને પરણવાની ઈચ્છાથી તે બાર યોજન પ્રમાણ પોતાનું સૈન્ય સાથે લઈને રાજાઓને હંફાવતા તપસ્વીના વન સમીપે આવ્યા. તાપસ વનફળ લઈને આવી મળ્યા. તેણે પહેલાં આમનો અનાદર કર્યો હતો, પણ એમને અતિવિવેકી અને પુણ્યાધિકારી જાણીને ખૂબ આનંદ પામ્યા. શતમન્યુના પુત્ર જનમેજય ને મદનાવલીની માતા નાગમતીએ મદનાવલીને ચક્રવર્તી સાથે વિધિપૂર્વક પરણાવી. પછી પોતે ચક્રવર્તીના વિભૂતિ સહિત કાંડિલ્યનગરમાં આવ્યા. બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સાથે આવીને માતાના ચરણારવિંદમાં હાથ જોડી નમસ્કાર ર્યા. માતા વપ્રા આવા પુત્રને જોઈને એવી હર્ષિત થઈ કે જે તેના અંગમાં હર્ષ સમાતો નહોતો. પછી જ્યારે અષ્ટાત્ત્વિકા આવી ત્યારે તેણે સૂર્યથી પણ અધિક મનોજ્ઞ ભગવાનનો રથ કાઢયો અને અષ્ટાત્ત્વિકાની યાત્રા કરી. મુનિ અને શ્રાવકોને પરમ આનંદ થયો. ઘણા જીવોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ હરિપેણ ચક્રવર્તીની કથા સુમાલીએ રાવણને કહી અને ઉમેર્યું કે તે ચક્રવર્તીએ જિન ભગવાનના મંદિરો આ પૃથ્વી ઉપર સર્વત્ર પુર, ગ્રામ, પર્વત અને નદી-તટો પર બનાવરાવ્યાં છે તે બધાં રત્ન અને સ્વર્ણમયી છે. તે મહાપુરુષ ઘણો કાળ ચક્રવર્તીની સંપદા ભોગવી પછી મુનિ થઈ, મહાતપ કરી લોકશિખરે બિરાજ્યા. રાવણ આ હરિર્ષણનું ચરિત્ર સાંભળીને આનંદ પામ્યો. સુમાલીની વારંવાર સ્તુતિ કરી અને જિનમંદિરોના દર્શન કરી પોતાના તંબૂમાં આવ્યા. તે સંઘ સમેદશિખરની પાસે આવ્યો.
રાવણને દિગ્વિજયમાં ઉદ્યમી જઈને જાણે સૂર્ય પણ પોતાની તેજસ્વીતારહિત થયો; તેની અરુણતા પ્રગટ થઈ; જાણે કે રાવણના અનુરાગથી જગત હુર્ષિત થયું. સંધ્યા વીતી ગઈ, રાત્રિનો અંધકાર ફ્લાઈ ગયો, જાણે કે અંધકાર જ પ્રકાશના ભયથી દશમુખને શરણે આવ્યો. રાત્રિ વ્યતીત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com