________________
http://www.ShrimadRajchandra.org
શાસ્ત્રાવધાન-શાસ્ત્રમાં ચિત્તની એકાગ્રતા
પરિશિષ્ટ પ
શિક્ષાબોધ ન્યાયનીતિનો ઉપદેશ સારી શિખામણ, શિથિલકર્મ-જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તે શુક્લધ્યાન-જીવોનાં શુદ્ધ પરિણામોથી જે ધ્યાન કરાય છે તે શુક્લધ્યાન.
શુદ્ધોપયોગ-રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ.
શુભ ઉપયોગ-મંદ કષાયરૂપભાવ. વીતરાગ પુરુષોની ભક્તિ, જીવદયા, દાન, સંયમ ઇત્યાદિ, શુભદ્રવ્ય-જે પદાર્થના નિમિત્તે આત્મામાં સારો- પ્રશસ્તભાવ થાય.
શુક્ષ્મજ્ઞાની-જેને ભેદ જ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ અધ્યાત્મ હોય. વિશેષ માટે આત્મ ગા. ૫, ૬, શૈલેશીકરણ પર્વતોમાં મોટો મેરુ, તેના જેવું
અચલ-અડગ. (વ્યાખ્યાનસાર)
શ્રમણ-સાધુ; મુનિ
શ્રમણોપાસક શ્રાવક ગૃહસ્થ
શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા- શ્રવણ કરનાર. (ઉપદેશછાયા પૃષ્ઠ ૭૨૯)
શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુત- જ્ઞાન કહે છે. જેમ કે-ઘડો' શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
શ્રેણિક-ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશના એક પ્રતાપશાલી રાજા, ભગવાનના પરમભક્ત. શ્રેણી-સર્વ અનંત આકાશની લાંબી લીટી; ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય થાય તેવી આત્માની ચઢતી ચઢતી દશા. જૈયિક સુખ-મોક્ષસુખ.
*
ષદર્શન-(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) સાંખ્ય,
(૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) ચાર્વાકની માન્યતાઓ. (પત્રાંક કા૧૦
ષટ્દ્રવ્ય જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા
કાલ એ છ મૂળ પદાર્થો.
ષ૫દ-આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, તથા મોક્ષનો ઉપાય છે. (પત્રાંક ૪૯૩)
સ
સજીવન મૂર્તિ-દેહધારી મહાત્મા
સત્પુરુષાર્થ આત્મને કર્મબંધનથી મુક્ત કરી શકે તેવો પ્રયત્ન. સમૂર્તિ-જ્ઞાની પુરુષ.
સત્સંગ સત્નો જે રંગ ચઢાવે. (મોક્ષમાળા પાઠ ૨૪) પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ. પત્રાંક ૨૪૯)
સનાતન-શાશ્વત; પરાપૂર્વથી ચાલ્યું આવતું. સમકિત-સમ્યગ્દર્શન, (મૂળમાર્ગ ગાથા ૭) સમદર્શિતા-શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જે સમતા તે; પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ-રહિતપણું, સમય-કાલનો નાનામાં નાનો ભાગ. સમવાયસંબંધ-અભેદસંબંધ.
સમશ્રેણી-સમભાવની ચાલુ રહેતી પરિણતિ, સમસ્વમાવી એક સરખા સ્વભાવવાળા. સમાધિ મરણ-સમતાપૂર્વક દેહત્યાગ. સમિતિ-યત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. સમુદ્úાત-મૂલ શરીર છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તે. સમુદ્દાત સાત પ્રકારે છે વેદના, કષાય, વૈક્રિયિક, મારણાંતિક, તૈજસ, આહારક, અને કેવલી સમુદૂધાત, સરિતા નદી.
સલિલ-પાણી.
સંઘયણ-શરીરની દેઢતા; શરીરનાં હાડ વગેરેનું બંધારણ-બાંધો.
સંઘાડો-સંઘ.
સંજ્ઞા-જ્ઞાન વિશેષ, કંઈ પણ આગળ પાછળની ચિંત- વન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પત્રાંક ૭પર) સંજ્વલનકષાય-યથાખ્યાત ચારિત્રને
વધારેમાં
૮૯૩
રોકનાર
વધારે પંદર દિવસની સ્થિતિવાળા કષાયની ચોકડી. સંયતિ-સંયમમાં યત્ન કરનાર,
સંયમ-૧૭ પ્રકારનો સંયમ, અયો. મન વગેરેને કાબૂમાં
રાખીને પૃથ્વી આદિ જીવોનું રક્ષણ કરવું. આત્માની અભેદ ચિંતના; સર્વ ભાવથી વિરામ પામવારૂપ. સંયમ શ્રેણી-સંયમના ગુણની શ્રેણી.