________________
૮૯૨
http://www.ShrimadRajchandra.org
વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; (પત્રાંક પર.) છેતરવાની બુદ્ધિ.
વાચાજ્ઞાન-બોલવા પૂરતું જ્ઞાન, પણ આત્મામાં પરિણમેલું નહીં.
“સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન." -આત્મસિદ્ધિ ગાથા ૧૪૦
વારાંગના-ગુણકા; વૈશ્યા,
વાલ્મીકિ આદ્યકવિ તથા રામાયણના કર્તા. વિકથા-ખોટી કથા; સંસારની કથા. તે ચાર પ્રકારે છે: સ્ત્રીકથા, ભોજનકથા. દેશકયા, રાજકથા.
શ્રીમદ્ રાજચંદ્ર
વિઘનેવા-વિઘ્નતા, વ્યય, (મોક્ષમાળા પાઠ ૮૭, ૮૮, ૮૯, ૯૦.)
વિચારદશા-“વિચારવાનના ચિત્તમાં સંસાર કારા- ગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે; ભયાકુળ છે, રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે.” (પત્રાંક ૫૩૭) એવા વિચારો જે દશામાં ઉત્પન્ન થાય તે વિચારદશા, વિતિગિચ્છા-આશંકા; જુગુપ્સા; સંદેહ, સૂગ. વિદેહી દશા-દેહ હોવા છતાં જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં વર્તે છે એવા પુરુષની દશા તે વિદેહી દશા-જેમ શ્રીમદ્ રાજચંદ્રજી પોતે વિદેહી દશાવાળા હતા.
વિપરિણામ-ખોટું ફળ આવવું. વિપર્યાસ-વિપરીત; મિથ્યા. વિલંગજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન, વિભાવ-રાગદ્વેષ આદિ ભાવો તે વિભાવ; વિશેષ- ભાવ; સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે પરિણમન, વ્યાખ્યાનસાર ૧-૨૫) વિમતિ-વિશેષબુદ્ધિ; વિપરીત બુદ્ધિ,
વિમાસણ પસ્તાવો.
વિરોધાભાસ-માત્ર દેખીતો વિરોધ.
વિવેક સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. (મોક્ષમાળા પાઠ ૫૧)
વિષયમૂર્ચ્છ-પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ. વિસર્જન-ત્યાગ.
વિસસા પરિણામ-સહજ પરિણામ,
વેદ-નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના ઉદયથી આવિર્ભૂત દેહના ચિહન- વિશેષને દ્રવ્યવાદ કહે છે. તે વૈદ ત્રણ કે સ્ત્રી- વેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
વેદનીય કર્મ-જે કર્મના ઉદયથી જીવને શાતા- અશાતા વૈદાય, સુખદુઃખની સામગ્રી પ્રાપ્ત થાય. વૈરાગ્ય-ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય.
વ્યતિક્રમી પૂર્ણ થઈ.
વ્યતિરે સાધ્યના અભાવમાં સાધનનો અભાવ. જેમ અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ. વ્યવચ્છેદનાશ; જાદુ પાડવું. વ્યવહાર-સામાન્ય વર્તન.
વ્યવહાર આગ્રહ-બાહ્ય વસ્તુ; બાહ્ય ક્રિયાનો આગ્રહ, જેમ કે આટલું તો અવશ્ય કરવું જોઈએ. વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદરૂપે કહે, વ્યવહાર શુદ્ધિ-આચાર શુદ્ધિ, શુદ્ધ વર્તન; આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ, (પત્રાંક ૪૯)
વ્યવહાર સંયમ તે (પરમાર્થ) સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. (૫ત્રક ૬૪)
વ્યસન-કુટેવ; લત. વ્યસન સામાન્યપણે સાત પ્રકારે છેઃ જાગયું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રીનું સેવન. આ સાતે અવશ્ય ત્યાગવા યોગ્ય છે. વ્યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થાઓ. વ્યાસ-મહાભારત અને પુરાણોના કર્તા,
શ
શતક-સોનો સમુદાય.
શતાવધાન-એકી સાથે સો વાતો પર ધ્યાન આપવું તે. શર્વરી રાત્રિ,
શશિ ચંદ્રમા.
શંકર મહાદેવ; સુખ આપનાર.
શંકા સહ સંદેહ સહિત.
શાલ્મલીવૃક્ષ-નરકના એક વૃક્ષનું નામ; શીમળાનું ઝાડ. શાસ્ત્ર-વીતરાગી પુરુષોનાં વચન તે શાસ્ત્ર; ધર્મગ્રન્થ
શાસ્ત્રકાર-શાસ્ત્ર રચનાર.