________________
http://www.ShrimadRajchandra.org
પ્રત્યાખ્યાન વસ્તુનો ત્યાગ કરવો. (વિશેષ માટે જીઓ, મોક્ષમાળા પાઠ ૩૧) પ્રત્યેકબુદ્ધ-કોઈ વસ્તુના નિમિત્તથી જેને બોધ થયો હોય તે, જેમ કરકંડુ આદિ પુરુષો. પ્રત્યેક શરીર-દરેક જીવનું જાદું જાદું શરીર, પ્રભુત્વ-સ્વામીપણું.
પ્રદેશ-આકાશનો તે અંશ જેને અવિભાગી એક પુદ્ગલ પરમાણુ રોકે છે, તેમાં અનેક પરમા- ણુઓને સ્થાન આપવાનું સામર્થ્ય હોય છે. પ્રદેશબંધ-બંધાયેલા કર્મોની સંખ્યાનો નિર્ણય એટલે કે કેટલા કર્માણુ આત્માની સાથે બંધાયાં છે. પ્રદેશ સંહાર વિસર્પ-શરીરને લીધે આત્માના પ્રદેશોનું સંકોચાવું તથા ફેલાવું.
પ્રદેશોદય-કર્મોનું પ્રદેશોમાં ઉદય થવું, રસ દીધા વિના ખરી જવું.
પ્રમાણ-સાચું જ્ઞાન; વસ્તુને સર્વાશે ગ્રહણ કરનારું
જ્ઞાન.
પ્રમાણાબાધિત-પ્રમાણથી વિચારતાં જેમાં વિરોધ ન આવે.
પ્રમાદ-ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (મોક્ષમાળા-૫૦) પ્રમોદ-અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાં- ચિત ઉલ્લસવાં. (પત્રાંક પર),
બ
પરિશિષ્ટ ૫
બાર અંગ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમ- વાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, સઁપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ.
બાર ગુણ-અરિહંત ભગવાનના ૧ર ગુણ છે. (૧) વચનાતિશય, (૨) જ્ઞાનાનાિશય, (૩) અપા યાપગમાતિશય, (૪) પ્રજાતિશય, (૫) અશોક વૃક્ષ, (૬) કુસુમવૃષ્ટિ, (૭) દિવ્ય ધ્વનિ, (૮) ચામર, (૯) આસન, (૧૦) ભામંડલ, (૧૧) ભેરી, (૧૨) છત્ર. ૪ અતિશય તથા ૮ પ્રાતિહાર્ય કહેવાય છે. બાર તપ-અનશન, અવૌંદર્ય, વૃત્તિસંક્ષેપ, રસ- પરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ.
બાર વ્રત શ્રાવકનાં બાર વ્રત છે. તે આ પ્રમાણે અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, પરિગ્રહ પરિમાણાણુવ્રત અને બ્રહ્મચર્યાણુવ્રત એ પાંચ અણુવ્રત કહેવાય છે, દિત, દેશવ્રત, અનર્થદંડવ્રત આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રોષધોપવાસ, ઉપભોગપરિભોગપરિમાણ, અતિથિ- સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. બાલજીવ-અજ્ઞાની આત્મા.
બાહ્યપરિગ્રહ-બહારના પદાર્થો પર મમતા રાખવી, તે પરિગ્રહ દશ પ્રકારે છેઃ- ક્ષેત્ર, ઘર, ચાંદી, સોનું, ગાયભેંસ, ધન, ધાન્ય, દાસી, દાસ અને
વાસણ.
બાહ્યભાવ-લૌકિક ભાવ; સંસારભાવ. બીજજ્ઞાન-સમ્યગ્દર્શન
બીજી સમ્યકૃત્વ-પરમાર્થ સમ્યકૃત્વવાન જીવમાં નિષ્કામ શ્રદ્ધા. (પત્રાંક ૪૩૧) બોધબીજ-સમ્યગદર્શન.
બ્રહ્મચર્ય-આત્મામાં રમવું; સ્ત્રીમાત્રનો ત્યાગ. બ્રહ્મરસ-આત્મ-અનુભવ. બ્રહ્મવિધા આત્મજ્ઞાન.
બ્રહ્માંડ-સકલ વિશ્વ.
બ્રાહ્મી વેદના-આત્મા સંબંધી વેદના: આન્તરિક પીડા
ભ
ભક્તિ-વીતરાગી પુરુષના ગુણોમાં લીનતા. તેઓના ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ ભક્તિ છે.
ભદ્રભરણ-સજ્જન પુરુષોના પોષનાર. ભકિતા સરલતા; ઉત્તમતા.
ભય-કોઈ ભયાનક પદાર્થ જોઈને આત્મ-પ્રદેશોનું
કંપવું.
ભયમંજન ભયને ટાળનાર.
ણયસંજ્ઞા જેથી જીવને ભય લાગ્યા કરે છે.
ભરત-ભગવાન ઋષભદેવના પુત્ર, આદિ ચક્રવર્તી ભર્તૃહરિ-એક મહાન યોગી થઈ ગયા છે.
ભવન-ઘર; મકાન.
૮૮૯
ભવનપતિ-ભવનપતિ જાતિના દેવતા, ભવનમાં રહેતા હોવાથી ભવનવાસી પણ કહેવાય છે. ભવભ્રમણ સંસાર પરિભ્રમણ.