________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨ ૨૨
૭૮૧
રાત્રે
૧ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય બાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેર્ડ, ત્રીજે સમયે નિર્જર
૨ ઈર્યાપથિકી ક્રિયા-ચાલવાની ક્રિયા.
૩ એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દેષ્ટાંતો; જેમ ખોરાક એક જગોએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઇંદ્રિયને પહોંચે છે, ને દરેક ઇંદ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇંદ્રિયને જાદે જાદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. ૪ મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તોપણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. ૫ અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મોહનીય દર્શન મોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે.
૨૩
મોરબી, અષાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬
૧ આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે.
૨ કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવશ્રી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે.
૩ સિત્તેર કોડાકોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉં કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે.
૨૪
મોરબી, અષાડ વદ ૧૦, શનિ, ૧૯૫૬
૧ વિશિષ્ટ-મુખ્યપણે-મુખ્યપણાવાચક શબ્દ છે.
૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવતું થઈ જાય;