________________
૧૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫
૧ આહાર કરવો નહીં
બોધવચન
૨ આહાર કરવો તો પુદ્ગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં.
૩ આત્મલાઘા ચિતંવવી નહીં.
૪ ત્વરાથી નિરભિમાની થવું.
૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં.
૬ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો.
૭ કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં.
૮ મતમતાંતરમાં પડવું નહીં.
હ મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં.
૧૦ ત્રિપદનો ઉપયોગ અનુભવવો.
૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું,
૧૨ સ્મૃતિમાં નથી તે સંભારો.
૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં.
૧૪ વંદનીયઉદય ઉદય થાય તો 'અર્વેદ' પદ નિશ્ચયનું ચિંતવવું.
૧૫ પુરુષવેદ હ્રદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી,
૧૬ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ ‘સ’ દશા ગ્રહવી.
૧૭ પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં
૧૮ મમત્વ એ જ બંધ.
૧૯ બંધ એ જ દુઃખ.
૨૦ દુ:ખસુખથી ઉપરાંઠા થવું.
૧ સંકલ્પ-વિકલ્પ તજવો.
૨ આત્મ-ઉપયોગ એ કર્મ મુકવાનો ઉપાય.
૨૩ રસાદિક આહાર તજવો.
૨૪ પૂર્વ ઉદયી ન તજાય તો અબંધપણે ભોગવવો.
રૃપ છે તેની તેને સોંપો, (અવળી પરિણતિ)
રક છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી.
૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં.
૨૮ સમદૃષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું.
૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન.
૩૦ સુગંધી પુદ્ગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં.
૩૧ દુર્ગન્ધ ઉપર દ્વેષ કરવો નહીં.
૩ર પુદ્ગલની ાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં.
૩૩ આાર અનુક્રમે ઓછો કરવો લેવો.)
૩૪ કાયોત્સર્ગ બને તો અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં.