________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૬૧
માં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દૃષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊંચેનો ઘડો) વીંધવો છે; લોક જાણે છે કે વીંધનારની દૃષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીત ઘડો વીંધવાનો છે; તેનો લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે.
દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતર્વૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાનીપુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસરહિત વર્તતો હોય તે પ્રકારે, જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં, એ જ જ્ઞાનીનું સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતર્દૃષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે, અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યાં, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં; કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક્ જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદાં ભાસે છે, તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી.
આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાનીપુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કંડનો ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું નુકપણું લાગે છે; અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાનીપુરુષના બોધમાં આવું સામર્થ્ય છે.
શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ! તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જોકે દેવતા તો ભાગી જાત. પણ મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મોહને જીત્યો છે, તે મોહ કેમ કરે
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને ‘હું ગુરુ છું, આ મારા શિષ્ય છે' એવી ભાવના નથી તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. ‘હું શરીરરક્ષણનો દાતાર નથી, ફકત ભાવઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે' એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં.
વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી, સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય ? અનાદિની ઘણી જ વૃત્તિઓ શમાઈ ગઈ હોય છે; અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે.
સવૃત્તિઓ થવા માટે જે જે કારણો, સાધનો બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની