________________
SCO
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી
વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.
અનાથદાસજીએ કહ્યું છે કે, “એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.' આત્માને જે મોક્ષનાં હેતુ છે તે 'સુપચ્ચખાણ'. આત્માને સંસારનાં હેતુ છે તે 'દુપચ્ચખાણ ' ઢૂંઢિયા અને તા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણે કાળમાં મોક્ષ નથી.
ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટ થાય છે.
તમે માન્યો છે તેવો આત્માનો મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્મે કાંઈ સાવ આવરી નાંખ્યો નથી. આત્માના પુરુષાર્થધર્મનો માર્ગ સાવ ખુલ્લો છે.
બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે, પણ જો તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તે ઊગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી.
શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે. સમકિતી છે, માટે તેને દુઃખ નથી.
ચાર કઠિયારાના દૃષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે- ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે 'એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઈ સૌનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું.
(૧) આ જગોએ એમ દૃષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજાં ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાનીપુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યાં નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં.
(૨) સુખડ લીધા અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યાં તેથી તેની ગતિ સારી થઈ.
થઇ.
(૩) સોનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત
(૪) રત્નચિંતામણિ જેણે લીધો તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો.
એક વન છે. તેમાં માહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય.
સાંસારિક ખેંદનાં કારણો જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યો જાય છે, પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતો નથી,
લોકો જ્ઞાનીને લોકદૃષ્ટિએ દેખે તો ઓળખે નહીં.
આહારાદિ વગેરેમાં પણ જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશ-