________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ મું
૬૫૧
ઉત્તમ છે.
કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર' ગ્રંથ જાદો છે. આ ગ્રંથકર્તા જાદા છે, અને ગ્રંથનો વિષય પણ જાદો છે. ગ્રંથ
આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપક્ષિત થતો હતો. કર્મતત્ત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ હતો. વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શુભોપમાલાયક મહેતા ચત્રભુજ બેચર, મોરબી.
આજે તમારો કાગળ એક ટપાલમાં મળ્યો.
૯૩૧
વવાણિયા, જેઠ વદ ૯, ગુરુ, ૧૯૫૬
પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશે. તેમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફકત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. બેઉ વ્યસન તેમણે કબજે રાખવાં જોઈએ. વ્યસન વધાર્યા વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું તો તે વિષે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ.
પોતાને મળેલો મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશો.
આપે છે.
܀܀
૯૩૨
વવાણિયા, જયેષ્ઠ વદ ૧૦, ૧૯૫૬
પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી.
હૈ આર્ય । અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. શાંતિ
܀܀܀܀
૯૩૩
ૐ નમઃ
અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત
૯૩૪
વાણિયા, જયેષ્ઠ વદ ૦)). બુધ, ૧૯૫૬
પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને
ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર.
‘મોક્ષમાળા’ વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તો.