________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૧ મું
કર૧
જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યકૂદૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.
જેની ઉત્પત્તિ કોઇ પણ અન્ય દ્રવ્યથી થતી નથી. તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૃપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અર્ચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું, હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉ છું. શાંતિ શાંતિ શાંતિ
܀܀܀܀܀
८३४
વવાણિયા, જયેષ્ઠ સુદ ૬, ગુરુ. ૧૯૫૪ મહતગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર જયેષ્ઠ સુદિ ૩ સોમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત
દેમુક્ત થયા.
મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
૮૩૫
ૐ નમઃ
મુંબઇ, જયેષ્ઠ વદ ૪, બુધ, ૧૯૫૪
મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે, જે જીવને પ્રત્યક્ષ સન્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્યમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે.
૮૩૬
ઉત્પાદ
જીવ અને પરમાણુઓનો
જીવો
વર્ત
જીવ
પરમાણુ
ભાવ
પરમાણુઓ
સંયોગ
વ્યય
આ ભાવ એક વસ્તુમાં
ધ્રુવ
એક સમયે છે.
માન