________________
૩૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૮૨૪
મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
ช้
મુનિઓને વિજ્ઞપ્તિ કે-
શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યંત સત્પ્રત અને સત્તમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે.
દુષમકાળ અને 'હુંડાવસર્પિણી' નામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે; આત્મશ્રેય-ઇચ્છક પુરુષ તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે યોગ પર પગ દઇ સશ્રુત સત્મમાગમ અને વૃત્તિ બળવાન કરવા યોગ્ય છે.
૮૫
મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સશ્રુત અને સત્યમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદૃષ્ટિવાન હોય તો સદ્યુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચૈતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સમ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સમ્રુતનો પરિચય છે.
܀܀܀܀܀
૮૨૬
મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
જો બની શકે તો બનારસીદાસના જે ગ્રંથો તમારી પાસે હોય (સમયસાર-ભાષા સિવાય), દિગંબર 'નયચક્ર', 'પંચાસ્તિકાય' (બીજી પ્રત હોય તો), 'પ્રવચનસાર” (શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તો) અને પરમાત્મપ્રકાશ' અત્રે મોકલવાનું કરશો.
સત્ક્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ઘ કાળ પરિચિત છે. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઇ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.
૮૨૭
વવાણિયા, માહ વદ ૪, ગુરુ, ૧૯૫૪
આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ? એ પ્રશ્ન કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દૃઢ રાખી વર્તવું. એ જ વિનંતિ.
܀܀܀܀܀
૮૮
સં. ૧૯૫૪
શ્રી ભાણાસ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશો કે- વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દૃષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. જો આપ જણાવશો તો તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરીશું, અને તે અર્થે આપ જણાવશો તે ક્ષેત્રે સમાગમમાં આવીશું.