________________
૭૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
એક કરસૂતિ દોઇ દર્વ કબહૂ ન કરે, ઇ કરસૂતિ એક વ ન કરતું હ જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપનેં રૂપ કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામનિકૌ કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ.
શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે ‘મુક્ત’ છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે ‘મુક્ત’ છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઇ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે.
તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે,
܀܀܀܀܀
७८०
શુદ્ધ સજ્જ આત્મસ્વરૂપ.
મુંબઇ, જેઠ સુદ, ૮, ભોમ, ૧૯૫૩
જેને કોઇ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર
પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ,
ભાઇ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે.
“આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે.
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહ્રપણું કરી લઇ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
કંઇ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.
શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય.