________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૫૮૭
૨. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો.
૩. પાંચ અસ્તિકાયના સમૂહગૃપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે 'લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો અલોક' છે.
૪-૫ 'જીવ', 'પુદ્ગલસમૂહ', 'ધર્મ', 'અધર્મ', તેમ જ 'આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે "અસ્તિકાય'. તેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે.
૬ તે અસ્તિકાય ત્રણે કાળ ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે ‘દ્રવ્યસંજ્ઞા’ને પામે છે.
૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જાદાં પડે છે; પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી.
૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે.
૯ પોતાના સદ્ભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે.
૧૦ દ્રવ્યનું લક્ષણ સત્ છે, જે ઉત્પાદવ્યયધ્રુવતાસહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે. ૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો ‘અસ્તિ’ સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવત્વ પર્યાયને લઈને છે.
૧૨ પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવી છે એમ મહામુનિઓ કહે છે. ૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેનો - દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી છે. ૧૪ ‘સ્યાત્ 'અસ્તિ’, ‘સ્યાત્ નાસ્તિ’, ‘સ્યાત્ 'અસ્તિ નાસ્તિ’, ‘સ્યાત્ ‘અવક્તવ્યં”, ‘સ્યાત્ અસ્તિ અવક્તવ્ય’, ‘સ્યાનું ‘નાસ્તિ અવક્તવ્ય’, “સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય' એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે.
૧૫ ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે.
૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દૈવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે.
૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી.
૧૮ જે જીવ જન્મ્યો હતો; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે.
૧૯ એમ સત્નો વિનાશ, અને અસત્ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે.