________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
પુરુષને નિરોધ થાય તેનું નામ ‘પરમ સમ્યક્ચારિત્ર' વીતરાગોએ કહ્યું છે.
૫૮૫
મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો.
જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો.
પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે.
૭૬૨
[અપૂર્ણ]
સં. ૧૯૫૩
ૐ નમઃ
સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે.
તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ-
સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન, અને સમ્યક્ચારિત્રની એકત્રતા તે ‘મોક્ષમાર્ગ’ છે.
સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્પ્રતીતિ થવી તે ‘સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો તે ‘સમ્યજ્ઞાન’ છે.
ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘સમ્યક્ચારિત્ર' છે.
શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે.
સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોડ્ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે.
નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે.
૭૬૩
સં. ૧૯૫૩
સર્વજ્ઞે કહેલું ગુરુઉપેદશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે,
પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.
જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો !
બાર પ્રકારના નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય છે.
તે નિર્જરા પણ બે પ્રકારની જાણવીઃ સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે.
જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય,
તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સમ્યક્દૃષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી
[અપૂર્ણ]