SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૩ એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરુષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. 933 વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૯૫૩ વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે 'ભાવનાબોધ', 'યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણો', 'પંચીકરણ, એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થનાં કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. લખશો. ܀܀܀܀ ૭૩૪ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવું અશક્ય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજી થશે એમ સંભવે છે. ૭૩૫ વાણિયા, પોષ સુદ ૧૦, સોમ, ૧૯૫૩ વિશ્વમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપયોગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, એ જ ધ્યાન. ܀܀܀܀܀ ૭૩૬ વવાણિયા, પોષ સુદ ૧૧, બુધ, ૧૯૫૩ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. ܀܀܀܀܀ ૭૩૭ વવાણિયા, પોષ વદિ ૪, શુક્ર, ૧૯૫૩ આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલામને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરુષોએ ત્યાગમાર્ગ ઉપદેશ્યો છે, તે મુમુક્ષ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૭૩૮ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્માંતર નિગ્રંથ જો જો ? ૧. આ કાવ્યનો નિર્ણીત સમય મળતો નથી. વવાણિયા, સં. ૧૯૫૩૧ Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy