________________
૫૪૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, ‘તે છે’ એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું ? ૫૫
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દે, મતિ અલ્પ;
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬
દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. ૫૬
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ યભાવ. ૫૭
કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જાદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. ૫૭
આત્માની શંકા કરે. આત્મા પોતે આપ:
શંકાનો કરનાર તે, અચરજ એડ્ અમાપ. ૫૮
આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. ૫૮
܀܀܀
શંકા - શિષ્ય ઉવાચ
(આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છેઃ-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯
આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ-
દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. 90
પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. ૧
કરી સમામાં આ સાતમી કળ માત
܀܀܀܀܀
સમાધાન - સદગુરુ ઉવાચ
(આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે-)
દેર માત્ર સંયોગ છે. વળી જડ રૂપી દૃશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? વર
દેહ્ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દેશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો