________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
܀܀܀܀܀
સમાધાન - સદગુરુ ઉવાચ
(આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-) ભાસ્યો દાધ્યાસથી. આત્મા દે સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
૫૩૯
દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જાદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી. આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જાદા જાદા છે. ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો જે જાણે છે રૂપ:
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧
છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર
કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇંદ્રિય તેને જાણતી નથી; અને ચક્ષુ-દ્રિયે દીઠેલું તે કર્ણન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇનિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર
હું ન જાણે તેને જાણે ન ઇતી. પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩
દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. ૫૩
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ. કહીએ કેવું જ્ઞાન ? ૫૫
૧ પાઠાંતર:- કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન;