________________
૫૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેડ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાર્દિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
૬૯૩
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
• શ્રી તીર્થંકર - છાવનિકાય અધ્યયન.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારી વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.
૬૯૪
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨
આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે. શ્રી સાયલા.
શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યાં છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સૌભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કડ઼ી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે. તે પણ અપેક્ષિત છે.
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ - જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને