________________
૪૪૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.
શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય.
પડશે.
‘સમયસાર’માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ
જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વૈદ્યો છે; જોકે તે વૈદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કર્યું છે; તોપણ સર્વસંગત્તિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા હૃદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુજીવન દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ હ્રદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું, આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ.
܀܀
૫૬૧
આ સ્વા૰ પ્રણામ.
મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૯૫૧
શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર.
ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે.
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્યું પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ. લિ રાયચંદના પ્ર
૫૬૨
મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧
જે પ્રારબ્ધ વૈદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય, એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે.
܀܀܀܀܀