________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૪૭
હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તે છું તે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી.
વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી; તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે; જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, એમ વિનંતિ છે.
ત્રણેના પત્ર જાદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતિ.
܀܀܀܀܀
૫૫૯
આ સ્વ પ્રણામ.
મુંબઈ, પોષ વદ ૦)), શનિ, ૧૯૫૧
શુભેચ્છાસંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામ,
સમાગમ વિષે તમને ઇચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે, તોપણ જો કંઈ ખાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે.
''''''''''
૫૦
આત્મસ્વરૂપે પ્રણામ.
મુંબઈ, પોષ, ૧૯૫૧
જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દેઢ આશ્રર્ય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય