________________
૪૧૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઉપાર્જિત કરેલાં એવાં તે જીવોનાં પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી.
અત્રે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે. તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકાવું દુર્લભ છે. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે. તેમનું મન ન દુભાઈ શકે, અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાન હાનિ ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, તથાપિ તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં, ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ અંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મપ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે.
વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે.
આ સ્વ પ્રણામ.
૫૧૩
મોહમયી, શ્રાવણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦
શ્રી સૂર્યપુરસ્થિત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે વિનંતિ કેઃ-
બે પત્ર પ્રાપ્ત થયાં છે. અત્ર ભાવ સમાધિ છે.
'યોગવાસિષ્ઠાદિ' ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે 'યોગવાસિષ્ઠ', 'ઉત્તરાધ્યયન', 'સૂત્રકૃતાંગાદિ' વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો,
વેદાંત અને જિન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. ‘સમયસાર’ વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. “એક બ્રહ્મસ્વરૂપ' વિચારવામાં અડચણ નથી, અથવા અનેક આત્મા' વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામી થયે, એક આત્મા છે કે અનેક આત્મા છે, એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ.
ક્રમ વર્ધમાન પવિતી મા, તારક મહ
આ સ્વ પ્રણામ.
܀܀܀܀܀
૫૧૪
મુંબઈ, શ્રાવણ સુદ ૧૪. બુધ, ૧૯૫૦
નિ:સારપણું અત્યંતપણે જાણ્યા છતાં, વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાનો હેતુ થાય છે, તે
છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખીએ છીએ.
܀܀܀܀܀
એ જ વિનંતિ. આ પ્ર