________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. ઘણું કરીને હવેથી જો બને તો નિયમિતપણે કંઈ સત્સંગવાર્તા લખશો.
૩૯૧
આ સ્વથી પ્રણામ.
પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી અંજાર.
܀܀
૪૮૫
મુંબઈ, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૦
હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ પ્રકાર થતો હોય તે લખશો.
હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જોકે પૂર્વે ઘણા પ્રસંગ વૈદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેદ્યા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજહેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્યે ઉપયોગી છે.
વડોદરાવાળા માંકુભાઈ અત્રે છે. તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે, એમ આ પ્રસંગ વેદવાનો તેમને પણ પ્રકાર બન્યો છે. વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે.
વારંવાર કંટાળી જઈએ છીએ; તથાપિ પ્રારબ્ધયોગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. વિગતથી પત્ર લખો.
આત્મસ્વરૂપે પ્રણામ.
૪૮૬
મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે, તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)
(સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન)
જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે.
(સૂયગડાંગ-પ્રથમાધ્યયન)
જે જ્ઞાનીપુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાનીપુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ 'શાંતિ'(બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થવું તેને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભુત છે, અર્થાત પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે. તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે ‘શાંતિ’ને જ્ઞાનીપુરુષે કહ્યો છે. (સૂયગડાંગ)’
१. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदेसओवावि, बालं पंडियमेव वा ।।
१
K. . o બ્રુ. ૮ ૪. રૂ ની ગાથા.
२. जेस्सिं कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे । ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।
१
સૂ. . ? શ્રુ. o મ. ૪ થી ગાથા.
રૂ. ને ય બુદ્ધા મતિ તા, ને ય બુદ્ધી મળાયા । સંતિ તેસિં પાળ, મૂયાનું નમતી નહીં ||
K. . બ્રુ. ?? સ. ૩૬ મી ગાથા.