________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૯૩
શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું.
‘જ્ઞાનધારા’ સંબંધી મૂળમાર્ગ અમે તમને
આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી
રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે.
તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ?
પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.
અમારું ચિત્ત તો બહુ ફરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે; એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી જોગ્યતાવાળા જીવ છે, એમ અમે જાણીએ છીએ; પણ ફરિની ઇચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે; કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી.
લિત ઈશ્વરાર્પણ
܀܀܀܀
૨૦૦
મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭
નથુરામજીનાં પુસ્તક વિષે, તથા તેના વિષે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેનાં એકાદ બે પુસ્તકો છપાયેલાં છે, તે મેં વાંચેલાં છે.
ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સત્’ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ.
܀܀܀܀܀
૨૦૧
મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭
પત્ર પહોંચ્યું.
તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો.
જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ ૧ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી.
હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઇચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યંત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધ પણ પ્રગટમાં આવવાની ઇચ્છા રહેતી નથી.
માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ !) હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ.