________________
http://www.ShrimadRajchandra.org
૨૯૨
પ્રવૃત્તિ થતી નથી.
શ્રીમદ્ રાજચંદ્ર
જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે; આ વાતનો ખુલાસો પછી થશે.
܀܀܀܀܀
૨૫૮
ૐ સત્
નહીં, બિના નયનકી બાત; સૌ પાવે સાક્ષાતું. ૧
૧ બિના નયન પાવે
સેવ સદ્ગુરુસ્કે ચરત્ન,
બૂઝી ચહા જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબર્સે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ, ક તૃષાતુરને પાયાની મહેનત કરજો.
મુંબઈ, અષાડ, ૧૯૪૭
Audio
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. આપનું કૃપા પત્ર આજે અને ગઈ કાલે મળ્યું હતું. સ્યાદ્વાદની ચોપડી શોધતાં મળતી નથી. થોડાંએક વાક્ય હવે પછી લખી મોકલીશ.
ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ? વિશેષ હવે પછી. વિત આ રાયચંદના પૂછ
܀܀܀܀܀
૨૫૯
મુંબઈ, શ્રાવણ સુદ ૧૧, બુધ, ૧૯૪૭
પરમ પૂજ્યજી,
આપનો કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપ્યો, જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે.
સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.”
આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું.
૧. જુઓ આંક ૮૮૩.