________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૬૫
જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર ૧ મુનિ ઉપર મુખ્ય કરીને હતું. કારણ કે તેમની માગણી નિરંતર હતી.
અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સને આરાધવાનું પ્રયત્ન કરજો. અમારા યથાયોગ્ય માનજો. અને ભાઈ ત્રિભોવન વગેરેને કહેજો.
૨૦૪
વિત રાયચંદના થ
મુંબઈ, માહ વદ છે, ભોમ, ૧૯૪૭
અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ-ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું.
આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે; અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી; કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાનું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે; પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજો; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે.
ખંભાત આપે પત્તું લખી મારું માહાત્મ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઈતું નથી; તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તોપણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. આપ પ્રસંગોપાત્ત તેમને જ્ઞાનકથા લખશો, તો એક પ્રતિબંધ મને ઓછો થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઇચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી.
܀܀܀܀܀
૨૦૫
तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः ।
મુંબઈ, માહ વદ ૧૧, શુક્ર, ૧૯૪૭
તેને મોઢું શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે.
વાસ્વતિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાનીપુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વ લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત.
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.
૨૦૬
મુંબઈ, માહ વદ ૧૩, રવિ, ૧૯૪૭
ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો. તેમ જ મહાત્મા કબીરજીનાં બીજાં પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો.
પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ.
ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે,
****
૧. જુઓ આંક ૧૯૮.