________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
મું
૮૪
વિ.સં. ૧૯૪૬
ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છેઃ-
૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ?તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.
૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા હ કોઈ ભાગને વાંચી જા. એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાચંતરરહિત થવું.
૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ગથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે.
૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.
થવું.
રાખ.
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી
૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ.
૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં