________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨ મું
૮૦
૧૯૭
વિ.સં. ૧૯૪૫
નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતર્દષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
܀܀܀܀܀
૮૧
વિ.સં. ૧૯૪૫
અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે ? જેને સ્વપ્ને પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે; એ જ અંગામીર્ય દશાથી પ્રવર્તવું પડે છે.
તે જિન - વર્તમાનાદિ સત્પુરુષો કેવા મહાન મનોજથી હતા ! તેને મૌન રહેવું - અમૌન રહેવું બન્ને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ - પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ - હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મસમતાથૈ હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી ।
܀܀܀܀
૮૨
વિ.સં. ૧૯૪૫
દુખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારાં વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે; પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં; ભય સંબંધી લેખશો નહીં; કાયા સંબંધી લેખશો નહીં; અથવા સર્વથી લેખશો નહીં; મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી; કફનું નથી કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તો બધાંયનું છે અને ન ગણો તો એક્કેનું નથી; પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે. કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. તમે જરૂર માનજો, કે હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતો વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણથી નાની સમજણમાં કોણ જાણે ક્યાંથીયે મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું કે, પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું, જે થવાનું મેં કહ્યું નહોતું, તેમ ' ก તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો; કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક ‘તુંહિ તુંહિ’નો જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી; એમ ખચીત સમજાશે, સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને