________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૨ મું
૧૮૯
જે પવન(શ્વાસ)નો જય કરે છે. તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે.
શ્વાસનો જય કરતાં છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાક્મુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છેઃ સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે: પર્યુપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છેઃ પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું.
દયાળભાઈ માટે પ્રવીણસાગર’ રવાને કરું છું. ‘પ્રવીણસાગર સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે.
૬૩
વાણિયા, વૈશાખ વદ ૧૩, ૧૯૪૫
છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી, તે તમે લખી તે યોગ્ય છે. તે દશા જ્ઞાત હતી. જ્ઞાત છે એમ જણાય તોપણ યથાવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી; તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે.
પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમયોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે, તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાનો સંભવ નથી.
૬૪
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
વવાણિયા બંદર, જયેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫
મિાંન શસ્ત્ર, તમ્ય કાર્ય પરિયા-શ્રી હરિભદ્રાચાર્ય
આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬ નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે; જે વિલંબ ક્ષમાપાત્ર છે.
તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે. અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે; તોપણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યક્જ્ઞાન-યથાર્થદૃષ્ટિ-પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદૃષ્ટિ' કિવા 'વસ્તુધર્મ' પામે ત્યાંથી સમ્યજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે.
આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે તે વિષે પ્રસંગોપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતો રહીશ. જ્ઞેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે wi નારૂં સે સવ્વ નાળÍ, ને સવ્વ નાળર્ફે સે નું નાળ' - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તોપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ હરતો નથી.