________________
૧૮૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ કોઈ વેળા આધ્યાત્મિક શૈલીસંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો.
હું અર્થ કે વયસંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈ પણ સમજાયું હોય, તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રથી છે.
આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ.
વિ આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ.
કર
સત્પુરુષોને નમસ્કાર
વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિદ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
તે
તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સુચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.
આ કાળમાં શુધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે; પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે; પણ તેવા પુરુષો - નિગ્રંથમતના - લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય.
ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે!
એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છેઃ-
૧. મૈત્રી- સર્વ જગતના જીવ ભણી નિર્દેરબુદ્ધિ,
૨. પ્રમોદ- અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા.
૩. કરુણા જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું.
૪. માધ્યસ્થ કે ઉપેક્ષા- શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.
ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે.