________________
૧૬૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વદ ૧૩ કે ૧૪ (પોષની)ને રોજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે; જેથી તેની દરકાર નથી.
આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી; પરંતુ હૃદયસગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું, જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસારયોજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિકરૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું.
તેઓ શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશો કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃપુનઃ હૃદયમાં પર્યટન કરે છે.
નિદાન, સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિક્ટોરિયાને દુર્લભ - કેવળ અસંભવિત છે - તે વિચારો, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને જ દર્શાવું છે. અંતઃકરણ શુક્લ - અદ્ભુત - વિચારોથી ભરપૂર છે, પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો ।
વવાણિયા, પ્ર. ચૈત્ર સુદ ૧૧।।, રવિ, ૧૯૪૪
૩૧
ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમુલ્ય અને અનુપમ લાભ છે.
૩૨
વવાણિયા, આષાઢ વદ ૩, બુધ, ૧૯૪૪
આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દૃષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજા કોઈ પણ પ્રકારની અસર નથી, પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ.
33
વવાણિયા, અષાડ વદ ૪, શુક્ર, ૧૯૪૪
આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. શરીર અને આત્મિક સુખ ઇચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ.
܀܀܀
૩૪
વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે.
વાણિયા શ્રાવણ વદ ૧૩, સોમ, ૧૯૪૪