________________
http://www.ShrimadRajchandra.org
!!!
૧૩૮
શ્રીમદ્ રાજચંદ્ર
૫૧
અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં.
પર
ધર્માનુરક્ત દર્શનથી વિચરું.
૫૩
સર્વ પ્રાણીમાં સમભાવ રાખું.
૫૪
ક્રોધી વચન ભાકું નહીં.
૫૫
પાપી વચન ભાખું નહીં.
પ
અસત્ય આજ્ઞા ભાખું નહીં.
૫૭
અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં.
૫૮
સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખું નહીં.
૫૯
સુખ દુઃખ પર સમભાવ કરે.
૬૦
રાત્રિભોજન કરું નહીં.
૬૧
જેમાંથી નશો, તે સેવું નહીં.
વર
પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં.
૬૩
અતિથિનું સન્માન કરું,
૬૪
પરમાત્માની ભક્તિ કરું.
૬૫
પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું.
૬૬
તેને દિન પ્રતિ પૂજ.
૬૭
વિદ્વાનોને સન્માન આપ્યું.
૬૮
વિદ્વાનોથી માયા કરું નહીં.
૬૯
માયાવીને વિદ્વાન કહું નહીં.
૭૦
કોઈ દર્શનને નિંદું નહીં.
૭૧
અધર્મની સ્તુતિ કરું નહીં.
૭૨
૭૩
એકપક્ષી મતભેદ બાંધું નહીં. અજ્ઞાન પક્ષને આરાધું નહીં.
૭૪
આત્મપ્રશંસા ઇચ્છું નહીં.
૭૫
પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં.
૭૬
માંસાદિક આહાર કરું નહીં.
૭૭
૭૮
તૃષ્ણાને શમાવું.
તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું.
૭૯
તે મનોરથ પાર પાડવા પરાયણ થવું.
૮૦
યોગવડે હૃદયને શુક્લ કરવું.
૮૧
અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં.
૮૨
અસંભવિત કલ્પના કરું નહીં.
૮૩
લોક અહિત પ્રણીત કરું નહીં.
૮૪
જ્ઞાનીની નિંદા કરું નહીં.
૮૫
વૈરીના ગુણની પણ સ્તુતિ કરું.
૮૬
વૈરભાવ કોઈથી રાખું નહીં.
૮૭
માતાપિતાને મુક્તિવાટે ચઢાવું.
८८
રૂડી વાટે તેમનો બદલો આપું.