________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
શિક્ષાપાઠ ૧૦૫, વિવિધ પ્રશ્નો-ભાગ ૪
૪
પ્ર- આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી ?
ઉ- કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્તમાગમના અભાવથી
પ્ર- જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે ?
૧૩૧
ઉ- પાંચ મહાવ્રત, દશવિધિ, યતિધર્મ, સપ્તદશવિધિ સંયમ, દશવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
9- જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પાંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તો જૈન મુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ?
ઉં- નહી.
પ્ર” કેમ નહીં ?
5- એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સુક્ષ્મ છે. પેલા બેના સ્થળ છે.
પ્ર- સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપો જોઈએ ?
ઉ- દૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પોઢે છે; વિવિધ જાતનાં વાહનો અને પુષ્પોનો ઉપભોગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભોજન લે છે. એમાં થતો અસંખ્યાતા જંતુનો વિનાશ, બ્રહ્મચર્યનો ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનોથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈનમુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો-ભાગ ૫
પ્ર- વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ?
- જૈનને કંઈ અસમંજમાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદનો સંબંધ છે.
પ્ર- એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો ?
ઉ- પવિત્ર જૈનદર્શનને.
પ્ર- વૈદ દર્શનીઓ વૈદને કહે છે તેનું કેમ ?
ઉ- એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વો આપ જોઈ જજો. પ્રશ્ન- આટલું તો મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યે ક્યાંથી હોય ?
ૐ- આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે; પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે, 'સમ્મતિતર્ક' ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે.