________________
છે. આઠમી આવૃતી પ્રમાણે E-Book આ વેબસાઈટ પર છે, તેમજ CDROMમાં ઉપલબ્ધ છે. દેવલાલીથી જયસિંહભાઈના અવાજમાં સંપૂર્ણ શ્રીમદ્
રાજચંદ્ર ગ્રંથની “વચનામૃતની ઓડીયો કેસેટ અને ઓડીયો CD ઉપલબ્ધ છે. છ પદનો પત્ર | સં. ૧૯૫૦માં, શ્રી લલ્લુજી મુનિને પોતાનો દેહ છૂટી જશે એમ લાગવાથી વિનંતી (પત્રાંક-૪૯૩) લખી હતી, તેના જવાબમાં કૃપાળુદેવે છ પદનો પત્ર લખ્યો, સાથે લખેલ કે, “દેહ
છૂટવાનો ભય કર્તવ્ય નથી”. કૃપાળુદેવના હસ્તલિખિત પત્ર આ વેબસાઈટ ઉપર
| તેમજ CD-ROM માં જોઈ શકાશે. આત્મ-સિદ્ધિ | શ્રી લલ્લુજી મુનિની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે, છ (પત્રાંક-૭૧૮)| પદનો પત્ર યાદ રહેતો નથી માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ વાતને (ફોટો) વીસેક દિવસમાં કૃપાળુદેવે આત્મ-સિદ્ધિ શાસ્ત્ર રચ્યું. સં. ૧૯પરના આસો વદ ૧,
ને ગુરુવારના દિવસે સંધ્યા સમયે, નડિયાદ મુકામે ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથા ધારાવાહી રીતે દોઢ કલાકમાં પૂરી લખી, તે દરમ્યાન શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરીને એકાગ્ર ચિત્તે ઉભા રહ્યા, આત્મસિદ્ધિ-શાસ્ત્રની ચાર નકલ કરી, ચાર મહાપુરુષો સર્વશ્રી સોભાગભાઈ, શ્રી લઘુરાજ સ્વામી, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલભાઈને આપવામાં આવેલ. આ ઉપરાંત શ્રી સોભાગભાઈના મિત્ર, શ્રી ડુંગરશીભાઈ ગોસળીયાની યોગ્યતા જાણી વાંચવા અને મુખપાઠ કરવા રજા આપી હતી. કૃપાળુદેવના હસ્તલિખિત આત્મ-સિદ્ધિ શાસ્ત્રની પ્રતના ફોટા બનાવેલ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના સૌ પ્રથમ અર્થ શ્રી અંબાલાલભાઈએ કર્યા હતા, તે કૃપાળુદેવે જોયેલા હતા. ત્યારબાદ ઘણી સંસ્થાઓએ અને વ્યકિતઓએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અનુવાદ કયો છે. વેબસાઈટ તેમજ CD-ROM ઉપર પણ ગુજરાતીમાં, અંગ્રેજીમાં અને અવાજ સાથે જોઈ અને સાંભળી શકાય છે તેમજ કૃપાળુદેવના
હસ્તલિખિત આત્મસિદ્ધિ શાસ્ત્ર વેબ સાઈટ ઉપર તેમજ CDમાં જોઈ શકાશે. રાજ-પદ કૃપાળુદેવે કુલ ૩૭ ઉપદેશાત્મક ભક્તિ પદ રચ્યાં છે. તે સર્વ “શ્રીમદ્ રાજચંદ્ર”
ગ્રંથમાં છે. આ પદને અગાસ અને દેવલાલી આશ્રમથી “રાજ પદ” નામથી પુસ્તક છપાયેલ છે. આ પદમાંથી ઘણાં ખરાં પદ અવાજ સાથે વેબસાઈટ ઉપર જોઈ શકાશે તેમજ CD-ROM માં જોઈ અને સાંભળી શકાશે.