________________
દશા
દેહુઆકૃતિ, પહેરવેશ અને દશા દેહાકૃતિ અને | કૃપાળુદેવના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈના શબ્દોમાં. પહેરવેશ કૃપાળુદેવનો પહેરવેશ સાદો હતો. પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરો ફેંટો અને
ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રી બંધ રહેતાં એમ મને સ્મરણ નથી. તેમની ચાલ ધીમી હતી. ચાલતાં પણ પોતે વિચારગ્રસ્ત રહેતાં, આંખમાં ચમત્કાર, અત્યંત તેજસ્વી તેમજ વિહુવળતા વિનાની એકાગ્ર હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળાં (મોં ફાડ પહોળી), નાક અણીદાર, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. ચહેરો પ્રફુલ્લિત અને હસમુખ હતો. કંઠમાં
માધુર્ય અને ભાષા પરિપૂર્ણ હતી. દેહદૃષ્ટિ અને સ્મશાન જતાં કાંટાનો પ્રસંગ, ઈડરના પહાડ પર મુનિઓ સાથેના પ્રસંગે,
“શ્રીમદ એટલી ઝડપથી કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરોમાં થઈને દેહની પરવા કર્યા વિના આત્મવેગમાં ચાલતા હતા. નડિયાદ નજીક મોતિલાલભાઈ સાથેની સ્થિરતા વખતે મચ્છરોનો, તેમજ પગમાં પગરખાંના પ્રસંગોથી, ઉપરાંત કૃપાળુદેવના પોતાના શબ્દોમાં, “અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે
માંડ જાણીએ છીએ.” થી કૃપાળુદેવની વિદેહિ દેષ્ટિ સમજમાં આવે. મંદિર
કૃપાળુદેવ ભૂલેશ્વર પાસેના ચંદપ્રભુના દિગંબર મંદિરમાં જતા હતા. શ્રી રેવાશંકર મહેતા રાજકોટમાં વકીલ હતા. ધંધામાં ભાગ્ય સારું છે તેવા કૃપાળુદેવના ભવિષ્યકથનથી મુંબઈમાં સં. ૧૯૪૫માં તેમણે ઝવેરાતનો ધંધો, રેવાશંકર જગજીવન ઝવેરી નામથી ભાગીદારીમાં હીરા-મોતીનો ધંધો શરૂ કર્યો તેમના ભાગીદારો કૃપાળુદેવ, રેવાશંકરભાઈ, માણેકલાલ ઝવેરી હતા સં. ૧૯૪૮માં, નગીનચંદ કપુરચંદ અને છોટાલાલ લલ્લુભાઈ જોડાયા. સં. ૧૯૫રના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને મનસુખભાઈના નામે કરી દીધો, કૃપાળુદેવના દેહ ત્યાગ બાદ, સં. ૧૯૬૧-૬૨માં સગાસંબંધીઓની ભાગીદારીના ઝઘડાને કારણે હાઈકોર્ટમાં પેઢી માટે ખટલો ચાલેલો, તેનું સમાધાન સ. ૧૯૬૪ના અંતમાં થયુ.
મૂનિશ્રી લઘુરાજ સ્વામીની પ્રેરણાથી અગાસ સ્ટેશનની નજીક સંદેશર ગામમાં (ફોટો) શ્રી જીજીભાઈએ જમીન ભેટ આપી. ત્યાં, સં. ૧૯૭૬ના કાર્તિક સુદ પૂનમના
“શ્રી અગાસ આશ્રમ” ની સ્થાપના થઈ. પરમશ્રુતમડળ “પરમકૃત પ્રભાવક મંડળ”ની યોજના કૃપાળુદેવે સં. ૧૯૫૬ના પર્યુષણ પર્વમાં
વઢવાણ કેમ્પમાં વિચારી હતી. પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈમાં અને અગાસમાં ચાલે છે. શરૂઆતમાં શ્રી રેવાશંકરભાઈ તેના મંત્રી હતા.
ધંધો
વચનામૃત
વચનામૃત, શ્રી અંબાલાલભાઈએ કૃપાળુદેવે લખેલા પત્રો મેળવી તેનો સંગ્રહ કરી, તેનું સંકલન કર્યું, તે કૃપાળુદેવને બતાવ્યું અને તે સં. ૧૯૬૧માં શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળે છપાવ્યું. તે માટે શ્રી મનસુખભાઈએ ખૂબ જહેમત લીધી હતી. શ્રી પરમ શ્રત પ્રભાવક મંડળે સર્વ હસ્ત લિખિત પત્રોના ફોટા પડાવી આલ્બમ બનાવ્યું છે. ત્યાર બાદ પૂ. જવલબા અને શ્રી ભગવાનદાસભાઈ મોદીએ પત્રોને ચિરંજીવ રાખવા તાંબાના પતરાં ઉપર તૈયાર કરાવી, ૨૦ થી ૨૫ પતરાંને એક લાકડાની પેટીમાં પ્લાસ્ટીકમાં પેક કરી આવી ૧૦૮ પેટીમાં સુરક્ષિત રાખેલ છે. આ બનાવવા શીવ (મુંબઈ) ના શ્રીમતી લક્ષ્મીબેન ભોજરાજે મોટી નાણાંકીય સહાય કરી છે. શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળે આજ સુધી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની (વચનામૃત) ૮ આવૃત્તિ છપાવી છે. નવમી આવૃત્તિ છાપવામાં