________________
મેળવી. તેઓ કૃપાળુદેવ કરતાં ૧૪ વર્ષ મોટા હતા. કૃપાળુદેવની ૨૨ વર્ષની વયે, સં. ૧૯૪૬ની દિવાળીમાં ખંભાતમાં, શ્રી અંબાલાલભાઈએ તેમનો પરિચય કપાળદેવની સાથે કરાવ્યો હતો. તેમની વિનંતીથી, કુપાળુદેવે આત્મ-સિદ્ધિ શાસ્ત્ર, સં. ૧૯૫રના આસો વદ ૧, ને ગુરુવારના દિવસે સંધ્યાસમયે, નડિયાદ મુકામે ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથા ધારાવાહી રીતે દોઢ કલાકમાં પૂરી લખી. સં. ૧૯૫૪માં મુનિશ્રીને વસો ક્ષેત્રે આત્મદર્શન કરાવ્યું. મુનિ, શ્રી લલ્લુજી (લઘુરાજ સ્વામી, પ્રભુશ્રી), શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી, શ્રી નરહરી ૨ખ, શ્રી વેલશી ૨ખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી આ સર્વે મુનિ ખંભાત સંપ્રદાયના હતા. કુપાળુદેવે એમને “સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હુતું. કૃપાળુદેવના છેવટના સમયે શ્રી ધારશીભાઈને સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ચોથની સાંજે કહ્યું, “અમારા સમાગમે ત્રણ પુરુષો અપૂર્વ સ્વરૂપજ્ઞાન પામ્યા છે. શ્રી સોભાગભાઈ, શ્રી લઘુરાજસ્વામી, શ્રી અંબાલાલભાઈ” તેમજ કૃપાળુદેવે પત્રાંક ૧૧૭માં “શ્રી જુઠાભાઈને સમ્યકત્વ પ્રકાણ્યું હતું, તેમ લખ્યું છે. શ્રી જુઠાભાઈને સમ્યકજ્ઞાન થયું છે, તે તેમના કુટુંબીઓ જાણી શકેલ નહીં, તેમ કૃપાળુદેવે, શ્રી છગનલાલ બેચરલાલને, જુઠાભાઈના અવસાન સંબંધી જણાવવા કહેલ ત્યારે કહ્યું હતું.
સમ્યકજ્ઞાન