________________
ભક્ત રત્નો
વિગત શ્રી જુઠાભાઈ શ્રી જુઠાભાઈ ઉજમશીભાઈ, અમદાવાદ, જન્મ કાર્તિક સુદ-૨ નાં સંવત ૧૯૨૩ના.
દેહત્યાગ સં. ૧૯૪૬ના અષાડ સુદ ૯ના દિવસે. શ્રી જુઠાભાઈ ઉજમશીભાઈ, સં. ૧૯૪૪માં કૃપાળુદેવ ૨૦ વર્ષની વયે અમદાવાદમાં મોક્ષમાળા છપાવવા આવ્યા ત્યારે પરિચયમાં આવેલા. તેઓએ ૨૩ વર્ષની ઉંમરે દેહ છોડ્યો. કૃપાળુદેવ તેમને સત્યપરાયણ કહેતા. કૃપાળુદેવે એમને “સમ્યકત્વ” પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું.
કૃપાળુદેવે તેમના મૃત્યુનો દિવસ બે મહિના પહેલેથી કહ્યો હતો. શ્રી અંબાલાલભાઈ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈ સંઘવી, ખંભાત, જન્મ સં. ૧૯૨૬, દેહત્યાગ ૩૭
વર્ષની ઉંમરે, સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસના થયો. તેઓ દત્તક પુત્ર હતા. સ્થાનકવાસી જૈન હતા. જુઠાભાઈએ અમદાવાદમાં કૃપાળુદેવ વિષે વાત કરી હતી, ત્યારબાદ કૃપાળુદેવની રજા મેળવી મુંબઈમાં કૃપાળુદેવની ૨૦ વર્ષની વયે સમાગમ થયો, ઉત્તરોતર તેમને સત્સંગનો અપૂર્વ લાભ થયો. સં. ૧૯૪૬ના આસો વદ ૧૩ના, શ્રી અંબાલાલભાઈના ઘરે ઉતરેલા. ત્યારબાદ તેમનો પરિચય ગાઢ થયો.
જ્યારથી કૃપાળુદેવના સમાગમમાં આવ્યા ત્યારથી કૃપાળુદેવના દેહાંત સુધી અનન્ય ભક્તિથી સેવા કરી. કૃપાળુદેવની તેમના ઉપર અનહદ કૃપા હતી. કૃપાળુદેવે
એમને “સમ્યકત્વ” પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું. | શ્રી સોભાગભાઈ શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ શેઠનો સાયલામાં જન્મ સં. ૧૮૮૦માં. દેહત્યાગ સં.
૧૯૫૩ જેઠ વદ ૧૦ના ગુરુવારે, સવારે ૧૦.૫૦ વાગે. પત્નીનું નામ રતનબા. શ્રી સોભાગભાઈ, સં. ૧૯૪૬ના ભાદરવામાં મોરબી ગયા ત્યારે કૃપાળુદેવને યોગ્ય વ્યક્તિ જાણી બીજજ્ઞાન આપવાના આશયથી તેમને દુકાને મળવા ગયા, ત્યારે એકબીજાને ઓળખતા નહોતા. કૃપાળુદેવે તેમને તેમના નામથી બોલાવી, પહેલેથી લખેલ ચિઠ્ઠી બતાવી જેમાં તેઓનું આવવાનું કારણ લખ્યું હતું. ત્યારે તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કૃપાળુદેવના અનન્ય ભક્ત હતાં. કૃપાળુદેવની તેમના ઉપર અનહદ કૃપા હતી. તેઓ કૃપાળુદેવથી ૪૪ વર્ષ મોટા હતા. તેમના માટે “બિના નયન પાવે નહિ” મુંબઈથી અષાઢ ૧૯૪૭ના લખ્યું. (પત્ર-૨૫૮). સં. ૧૯૪૭ના પર્યુષણ પર કૃપાળુદેવ સાથે રાળજમાં શ્રી સોભાગભાઈ હતા ત્યારે, ભાદરવા સુદ ૮એ “હે પ્રભુ, હે પ્રભુ” (પત્ર-ર૬૪). “યમ નિયમ સંજમ આપ કિઓ” (પત્ર-૨૬૫). “જડ ભાવે જડ પરિણમે” (પત્ર-૨૬૬) અને તે સમયમાં જ “જિનવર કહે છે જ્ઞાન તેને” (પત્ર-ર૬૭), લખેલ, કૃપાળુદેવે એમની અંતિમ અવસ્થા જાણી લીધી, આથી મુંબઈથી અપૂર્વ આત્મજાગૃતિ અર્થે પરમ ઉપકારી થઈ પડે એવા ત્રણ અમરપત્રો ૭૭૯, ૭૮૦, ૭૮૧ લખીને મોકલ્યા. કૃપાળુદેવને સોભાગભાઈ ઉપર કેવો ગાઢ સ્નેહ હતો તે પત્ર ૨૫૯માં અને ઠેકઠેકાણે બતાવ્યો છે, શ્રી સોભાગભાઈને છેલ્લા આઠ મહિનાથી ઝીણો તાવ આવતો હતો. તેમણે સં ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના દેહુ છોડયો. તે વખતે શ્રી અંબાલાલભાઈ હાજર હતા.
કૃપાળુદેવે એમને “સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું. . મુનિશ્રી લલ્લુજી મુનિશ્રી લલ્લુજીના પિતાજીનું નામ કૃષ્ણદાસ હતું. જન્મ સં. ૧૯૧૦ના, વડોદરાના
ભાલ પ્રદેશના વટામણ ગામમાં માતુશ્રી કસલીબાઈની કુખે થયો. દેહત્યાગ સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ની રાત્રે અગાસ આશ્રમમાં સમાધિસ્થ દેહ છોડયો. ધનાઢય કુટુંબના એકના એક પુત્ર હતા. વૃદ્ધ માતા, બે સ્ત્રી, એક પુત્રનો પરિવાર છોડી, ખંભાત સંવાડાના શ્રી હરખચંદ મુનિ પાસે તેમના ભત્રીજા શ્રી દેવકરણજી સાથે દીક્ષા ગ્રહણ કરી. સાધુ અવસ્થામાં ૫ થી ૬ વર્ષમાં પ્રધાનપદ અને નામના