________________
મોક્ષની પ્રાપ્તિ ક૨વા માગે છે તેણે સ્વ-૫૨નું : પ્રાપ્તિ થાય છે. આ રીતે જેને જિનાગમનો પરિચય
ભેદજ્ઞાન કરવું જોઈએ. તેને સ્વ-૫૨ના ભિન્ન પણાનો, ભિન્ન લક્ષણનો, ખ્યાલ હોય તો જ તે ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકે.
નથી તે અનાદિ કાળથી સંસા૨માં પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. ધતૂરો પીધેલા મનુષ્યને વિવેક નથી એમ અજ્ઞાની જીવનું જ્ઞાન અવિવેકી છે. જ્ઞાનમાં અવિવેક કેવા પ્રકા૨નો છે તે કહે છે. અજ્ઞાનીને સ્વ-૫૨નો વિવેક નથી. અર્થાત્ અજ્ઞાની જીવ પણ ૫૨થી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે પરંતુ અવિવેકી જ્ઞાનના કા૨ણે તેને સ્વ-૫૨નો વિવેક નથી. અર્થાત્ એ પ૨ને જાણે છે ત્યારે પરદ્રવ્ય જે જ્ઞાનમાં જણાય છે તે મારાથી જાદા છે એવો વિવેક તેને નથી.
:
અજ્ઞાની જીવને નથી પરમાત્મદશાની ખબર અને નથી સ્વ-૫૨ના જુદાપણાનો ખ્યાલ. અન્યમતમાં પદાર્થોની સ્વતંત્રતાનો સ્વીકાર નથી.
વળી ત્યાં વીતરાગતાની વાત નથી. રાગની ભૂમિકા
એટલે પદ્રવ્યો સાથેના દોષિત સંબંધો. તેથી અન્યમતમાં સ્વભાવથી જુદાપણું. સ્વથી એકત્વ અને ૫૨થી વિભક્ત એ રીતે દરેક પદાર્થ વચ્ચે
·
અસ્તિ-નાસ્તિ રહેલી છે તેનો તેને ખ્યાલ નથી. અસ્તિ-નાસ્તિ ટકાવીને સંબંધ કેવા પ્રકારના હોય તેનો પણ અજ્ઞાનીને, અન્યમતીને ખ્યાલ નથી. બે અચેતન પદાર્થો પોતાનું ભિન્ન અસ્તિત્વ ટકાવીને એકબીજા સાથે જે સંબંધમાં આવે છે તે નિર્દોષ : સંબંધો છે. તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. અજ્ઞાનીને પદ્રવ્ય સાથે જ સંબંધો છે તે બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે અને તે બધા દોષિત છે. જ્ઞાનીને બધા પદાર્થો સાથે શેય જ્ઞાયક સંબંધ છે અને તે નિર્દોષ છે. હવે આગમનો અભ્યાસ કરનારને કેવા પ્રકારનું જ્ઞાન છે અને તેનું ફળ શું: છે તથા જો જીવ અજ્ઞાની છે તો તેની શું સ્થિતિ છે તે વાત ટીકામાં વિસ્તારથી લેવામાં આવે છે.
:
:
જિનાગમ દરેક પદાર્થની સ્વતંત્રતા દર્શાવે
છે. દરેક પદાર્થ અનેકાંત સ્વરૂપ હોવાથી અંતરંગમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકત્વ લઈને રહેલા છે. પોતાના સ્વભાવને ટકાવીને સ્વભાવ અંતર્ગત અનેક : રચનાઓને અનાદિથી અનંત કાળ સુધી ક૨તા રહે છે. આ રીતે દરેક પદાર્થ સ્વભાવથી અત્યંત ભિન્ન જ રહે છે. પરિણામમાં એક બીજા વચ્ચે મેળ વિશેષ જોવા મળે છે, એટલે કે બે પદાર્થની સમયવર્તી પર્યાયો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોવા મળે છે. તે સમયે પણ બન્નેના સ્વભાવો તો જુદા જ છે. જીવને ભાગે હાથ ઊંચો ક૨વાની ઈચ્છા અને હાથ ઊંચો થવાની ક્રિયા વચ્ચે મેળવિશેષ જોવા મળે છે ત્યારે પણ જીવ અને શ૨ી૨ જાદા છે અને ઈચ્છાની પર્યાય જીવની છે અને હાથ ઊંચો થવાની ક્રિયા શરીરની છે.
ટીકામાં સર્વપ્રથમ અજ્ઞાનની ભૂમિકા સમજાવવામાં આવે છે. ‘‘આગમહીન એવું આ જગત'' આ શબ્દો દ્વારા વિશ્વના સમસ્ત અજ્ઞાની જીવોની વાત ક૨વા માગે છે. તેમની હાલત ધતૂરા પીધેલા મનુષ્ય જેવી છે. અજ્ઞાની જીવના પરિણામ મોહ-રાગ-દ્વેષરૂપ છે. તે મલિન પરિણામ છે. સ્વભાવથીવિરુદ્ધ જાતના છે. તેના ફળમાં અજ્ઞાની જીવને અનાદિ કાળથી ‘ભવસરિતાનો પ્રવાહ’’
જાણવાનું કાર્ય થાય છે ત્યારે જીવનો સ્વભાવ-જ્ઞપ્તિ ક્રિયા અને જીવનું પોતાનું સ્વક્ષેત્ર અલગ જ રહે છે. જે પદ્રવ્ય તેના જ્ઞાનમાં જણાય છે તેનો સ્વભાવ, સ્વભાવરૂપ પરિણમન અને તેનું સ્વક્ષેત્ર ભિન્ન જ રહે છે. શેય જ્ઞાયક સંબંધ સમયે જાણે કે શેયો જ્ઞાનમાં આવી ગયા અને જાણે કે જ્ઞાન શેયના આંગણામાં હોય એવું દેખાય છે. એટલે કે ચા૨ ગતિના પરિભ્રમણની અને દુ:ખની સંબંધના કારણે એવું દેખાવાથી અજ્ઞાન જીવ ભ્રમથી
:
७०
ચરણાનુયોગસૂચક ચૂલિકા