________________
સવિકલ્પદશામાં મુનિ આવા પરિગ્રહનું ગ્રહણ કરે : પુરુષાર્થ મંદ છે તે વાત સાચી પરંતુ તે દોષમાં
ગણવામાં આવતું નથી.
છે. તેને અનુરૂપ આહા૨ વગેરે ક્રિયાઓ પણ થાય છે. આ બધું મુનિદશાને યોગ્ય છે. ત્યાં કોઈ પ્રકા૨નો દોષ લાગતો નથી. મુનિ પોતાને આવા ૨૮ મૂળગુણના પાલનમાં સ્થાપે છે એ વાત પૂર્વે આવી ગઈ છે. અહીં તો આ ગાથા પરિગ્રહની : મુખ્યતાથી લેવામાં આવી છે. મુનિ નિર્વિકલ્પ : દશામાંથી સવિકલ્પ દશામાં આવે ત્યારે તેનો :
:
શુદ્ધોપયોગ તેમાં ન ટંકાય તો
હવે આપણે મુનિની સવિકલ્પ દશાને લક્ષમાં રાખીને તે પ્રકા૨ના શુભ ભાવમાં બેદ૨કારી અને સાવધાની તે બે વચ્ચેનો તફાવત લક્ષમાં લઈએ. પૂર્વે જે વિચારણા કરી ગયા છીએ તેને ફરીને યાદ ક૨ી લઈએ અને તેને પરિગ્રહ સાથે ક્યા પ્રકારનો સંબંધ છે તે વિચારી લઈએ.
ભાવલિંગ સહિતની મુનિદશા
પુરુષાર્થની
મંદતા
શુભભાવ
૨૮ મૂળગુણનું પાલન તેમાં અત્યંત
સાવધાની પ્રયત ચર્યા અનિષિદ્ધ પરિગ્રહનું
ગ્રહણ
મુનિપણામાં છેદ
1
અપ્રયત ચર્યા
છેદ
દોષ
અન્ય પદ્રવ્ય
પરિગ્રહ ગ્રહણ
મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે શુદ્ધોપોગની અપેક્ષાએ ભલે મંદ પુરુષાર્થના કારણે હોય પરંતુ અહીં તેની ઉપયોગિતા આ રીતે દર્શાવે છે. પરિગ્રહને કેન્દ્રમાં રાખીને કહે છે કે “એ રીતે
:
જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ (અનિષિદ્ધ પરિગ્રહ) ઉપધિપણાને લીધે ખરેખર : છેદરૂપ નથી, ઉલટો છેદના નિષેધરૂપ (ત્યાગરૂપ) : જ છે.’’ આ શબ્દો દ્વારા આચાર્યદેવ એવું સમજાવવા માગે છે કે મુનિ જ્યારે સવિકલ્પદશામાં આવે છે ત્યારે તેણે મૂળગુણોનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. આ પ્રકારની સાવધાની અપ્રયત ચર્યાને અટકાવે છે. અર્થાત્ મુનિ જો આ પ્રકારના આચરણમાં બેદરકારી રાખે તો અવશ્ય છેદ થાય છે. જે છેદ બંધનું કારણ થાય છે. માટે મુનિરાજ : પ્રવચનસાર - પીયૂષ
શરીરને શ્રામણ્યના બાહ્ય સહકારી કારણરૂપે નીહાર (મળ-મૂત્રનો ત્યાગ) આવશ્યક છે. મુનિને લેવામાં આવ્યું છે. તે શ૨ી૨ માટે આહા૨માટે તે આહાર ગ્રહણની અને મળ ત્યાગની વિધિ-નિશ્ચિત કરવામાં આવી છે. તે વિધિનું પાલન મુનિ ક૨ે છે. સમિતિનું પાલન અને બાહ્ય ક્રિયા એ બધું આ વિધિમાં આવી જાય છે. એટલે જે મહાવ્રત-સમિતિ વગેરેના પાલનમાં અપ્રયત ચર્યા થાય તે દોષનું - બંધનું કારણ બને છે. માટે આ મૂળગુણનું પાલન કરવામાં પૂરી સાવધાની રાખવી એ અપ્રયત ચર્યારૂપના છેદને અટકાવના૨ છે.
:
:
: અપ્રયત ચર્યાના વંચનાર્થે મૂળગુણના પાલનમાં પ્રયત ચર્યા પૂર્વક વર્તે છે.
૪૫