________________
છે. મુનિદીક્ષા લેનારની આવી તૈયારીને ખ્યાલમાં : જ્યારે મુનિપણું લે છે ત્યારે બાહ્ય સંયોગોને તો રાખીને હવે જ્યારે યથાજાતરૂપધર શબ્દનો
અવશ્ય છોડે છે. પરંતુ દેહ સાથેનો સંબંધ ચાલુ રહે છે. ભાવ મોક્ષ દશા પ્રગટ થાય ત્યારે પણ શરીર
:
સાથેનો સંબંધ રહે છે. આવી જ એક વ્યવસ્થા છે. અન્ય પદાર્થોને પરિગ્રહ ગણવામાં આવે છે. પરંતુ
અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે જેવું પોતે જ્ઞાન શ્રદ્ધાનમાં નક્કી કર્યું છે તે પ્રમાણે સર્વસંગ પરિત્યાગ કરે છે. માટે તેને યથાજાતધર કહેવામાં આવે છે. ભાવલિંગી સંતને આવા પરિણામ : શરીરને પરિગ્રહ માનવામાં આવ્યો નથી. તેમ હોવા સહજ હોય છે માટે આને સ્વાભાવિક પરિણામ ગણીને પણ યથાજાત કહેવાય છે.
:
આ વાસ્તવિકતાને બીજી રીતે લઈએ તો સાધક બુદ્ધિપૂર્વક આટલું જ કાર્ય કરી શકે છે. મુનિદશાનું આગળનું કાર્ય-શ્રેણીનું કાર્ય તો બધું અબુદ્ધિપૂર્વક જ થાય છે. અર્થાત્ સાતિશયથી આગળની બધી ભૂમિકા નિર્વિકલ્પ દશા જ છે. ત્યાં મનના સંગે બુદ્ધિપૂર્વકનું કોઈ કાર્ય થતું નથી. બાહ્ય બધી સાંસારિક પ્રવૃત્તિઓ છોડીને જંગલના એકાંતમાં એકલી નિર્ભેળ આત્મા સાધના જ કરવા માટે તે મુનિપણું લે છે.
બાહ્ય પ્રવૃત્તિ છોડવાથી તેનો ઈન્દ્રિય વેપાર મહદ્અંશે ઓછો થઈ જાય છે. અજ્ઞાનીને શરીરમાં મમત્વ છે - હુંપણું છે. તે છોડીને જ્ઞાની થાય ત્યારે જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. અજ્ઞાનીની પ્રવૃત્તિ બધી દેહલક્ષી હતી. જ્યારે જ્ઞાનીની બધી પ્રવૃત્તિ આત્મલક્ષી થાય છે. બન્ને પ્રવૃત્તિઓમાં આવો મોટો તફાવત છે. અજ્ઞાનીને પ૨સમય પ્રવૃત્તિ છે અને જ્ઞાનીની સ્વસમય પ્રવૃત્તિ છે. જ્ઞાનીએ શરીરમાંથી હુંપણું મમત્વ, હિતબુદ્ધિ છોડી છે. એ પ્રકારે સમસ્ત પદ્રવ્યોમાંથી હિતબુદ્ધિ છોડી છે. અજ્ઞાની માટે શરીર બદ્ધ નોકર્મ છે અને સંયોગો અબદ્ધ નોકર્મો છે. એક અપેક્ષાએ જીવ સંયોગથી જાદો પડી શકે છે પરંતુ દેહથી જાદો પડી શકતો નથી. તેમ છતાં જ્ઞાની મુખ્યપણે શરીરથી જ ભેદજ્ઞાન કરે છે.
૧૮
જ્ઞાનીએ દેહાધ્યાસ છોડયો હોવા છતાં તે
છતાં પણ જ્ઞાનીને શરીર એક ઉપાધી જ લાગે છે. મુનિદશામાં તેને શરીર અનિષિદ્ધ ઉપાધિ લાગે છે. દેહ સાથેનો સંબંધ હોવાથી દેહની આવશ્યક જરૂરિયાત અનુસાર આહાર-પાણી-ગમનાગમન વગેરે ક્રિયાઓ થાય છે તેટલા પૂરતી ઈન્દ્રિયો પણ બાહ્ય વિષયો સાથે સંબંધમાં આવે છે. પરંતુ મુનિરાજને દેહલક્ષી કોઈ પ્રવૃત્તિ ગમતી નથી.
ગાથામાં જિતેન્દ્રિયપણાની વાત લીધી છે. ઉપરોક્ત વિચારણામાં આ જિતેન્દ્રિયપણાની વાત આવી જાય છે પરંતુ અહીં તેની વિશેષ સ્પષ્ટતા કરીએ. ગા. ૩૧માં જિતેન્દ્રિય જિનનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્યાં સર્વજ્ઞ સ્વભાવી આત્માથી સંયોગો, શરીરને પ્રાપ્ત દ્રવ્ય ઈન્દ્રિયો અને ભાવેન્દ્રિય એ બધા જુદા છે તે સ્પષ્ટ સમજાવ્યું છે. ત્યાં દરેકના લક્ષણ જુદા છે એ રીતે લખાણ છે. દ્રવ્ય ઈન્દ્રિય તો શરીર પરિણામને પ્રાપ્ત છે. તેથી તે અત્યંત રૂપી છે. જીવ અને શ૨ી૨ જાદા જ છે. માટે તે દ્રવ્ય ઈન્દ્રિયો જ્ઞાયકથી ભિન્ન છે. ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો પણ રૂપી છે અને તે તો શરીરથી પણ જુદા છે. જીવને માટે શ૨ી૨ બદ્ધ નોકર્મ છે કારણકે જીવ અને શરીર એક ક્ષેત્રાવગાહરૂપ છે. સંયોગો તો અબદ્ધ નોકર્મ છે અર્થાત્ તેમનું તો ક્ષેત્ર જ અલગ છે. તેથી તે બધા જ્ઞાયકથી ભિન્ન છે તે સહજ છે. ભાવેન્દ્રિય તો જ્ઞાનની જ પર્યાય છે. જ્ઞાયક-જ્ઞાનગુણ અને ભાવેન્દ્રિયની ખરેખર એક સત્તા છે. તેથી જ્ઞાયકને ભાવેન્દ્રિયથી જાદાપણું કઈ રીતે છે તે વિચારવું રહ્યું. જીવનો સ્વભાવ યુગપજ્ઞાન છે અર્થાત્ સમસ્ત પદાર્થોને એકી સાથે જાણી લેવાનો સ્વભાવ છે,
ચરણાનુયોગસૂચક ચૂલિકા