________________
સ્વભાવને ટકાવીને અનાદિથી અનંતકાળ સુધીની ... છીએ. તે દૃષ્ટિમાં તો તે અપરિણામી જ છે તે દૃષ્ટિમાં અનંત પર્યાયોને પ્રાપ્ત થાય છે. પોતાના મૂળભૂત · પરિણામ જોવા જઈએ તો વ્યભિચાર દાખલ થાય. ત્રૈકાલિક સામર્થ્ય અને પર્યાયને સર્વથા અલગ માનીએ તો વસ્તુ ઘંટીના બે પડ જેવી બની જાય તે તો શક્ય જ નથી.
સ્વભાવથી જ તે અનેક પ્રકારની રચનાઓ કરી શકે છે. પોતાની તે દરેક પર્યાયમાં પોતે જ અંતર્ધ્યાપક : છે. દરેક પર્યાયમાં આદિ-મધ્ય-અંતમાં સ્વભાવ જ વ્યાપેલો છે. અર્થાત્ પર્યાયના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે તે પર્યાય સંપૂર્ણપણે પોતાના સ્વભાવથી જ રચાયેલી છે. પર્યાયમાં પોતાના સ્વભાવ સિવાય અન્ય કોઈ નથી. તેથી તો દ્રવ્ય પર્યાયની એક સત્તા માન્ય રાખી છે. આ પ્રકારનું વ્યાપ્ય-વ્યાપકપણું બે દ્રવ્યો વચ્ચે કયારેય સંભવી શકતું નથી. અર્થાત્ એક દ્રવ્યની પર્યાયમાં અન્ય દ્રવ્યના સ્વભાવનું કાંઈ જ હોય શકે નહીં.
દ્રવ્ય
↓
વ્યાપક
→ ભૂતકાળની પર્યાય
→ વર્તમાનની પર્યાય
ભવિષ્યની પર્યાય
વ્યાપ્ય
સમયસાર શાસ્ત્રમાં જ્યાં શક્તિનું વર્ણન કર્યું છે ત્યાં ભાવ શક્તિ અને ક્રિયા શક્તિ સાથે લીધા છે. દ્રવ્ય સ્વભાવને આ બે અપેક્ષાએ દર્શાવવામાં આવ્યો છે. કા૨કો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભાવમાત્રમયી (હોવા માત્રમયી) ભાવ શક્તિ કાકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયા શક્તિ.
દ્રવ્ય સામાન્ય સ્વભાવ
અન્વય
વ્યતિરેક
આ રીતે જેને આપણે દ્રવ્ય સામાન્ય સ્વભાવ કહીએ છીએ, જેને આપણે ત્રિકાલિક સામર્થ્ય ધરનારૂપે લક્ષમાં લઈએ છીએ, તે પોતે જ પરિણામ અપેક્ષાએ વ્યાપક થઈને દરેક પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્યસામાન્ય સ્વભાવને અપરિણામી દૃષ્ટિથી જોઈએ ત્યારે તે દૃષ્ટિમાં તે અપરિણામી જ છે. એ જ દ્રવ્ય સામાન્યને પરિણમતા દ્રવ્યરૂપે જોતા એ જ વ્યાપક થઈને પર્યાયરૂપે થતું જોવામાં આવે છે. સામર્થ્ય કાયમ સામર્થ્યરૂપે જ રહે તેની વ્યક્તિ કયારેય થાય જ નહીં તો તે સામર્થ્યની કોઈ કિંમત જ ન રહે. વળી જેનામાં સામર્થ્ય હોય જ નહીં તેમાંથી પર્યાયની રચના શક્ય જ નથી. એક વાત સાચી કે જે દૃષ્ટિમાં આપણે સ્વભાવને અપરિણામીરૂપ લક્ષમાં લઈએ પ્રવચનસાર - પીયૂષ
:
:
અપરિણામી દૃષ્ટિ
પરિણામી દૃષ્ટિ (અને પરિણામ)
ક્રિયા શક્તિ
ભાવ શક્તિ
:
ષકારક અનુસા૨ થતી ક્રિયાનો વિચાર કરીએ ત્યારે દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુ જ લક્ષમાં લેવાની રહે છે. દ્રવ્યકર્તા કા૨ક છે અને પર્યાય કર્મકારક છે. આ રીતે પરિણમતા દ્રવ્યને અને પર્યાયને સાથે લેવાથી ક્રિયા શક્તિનો ખ્યાલ આવે છે. અહીં આ બે નયનું સ્વરૂપ જ્યાં લેવામાં આવ્યું ત્યાં એવા પરિણમતા દ્રવ્યની વાત કરે છે. તે દ્રવ્ય ભૂત વર્તમાન અને ભવિષ્યની પર્યાયરૂપે થાય છે એમ ત્રણ પ્રકા૨
:
ન લેતા માત્ર બે અપેક્ષા લઈને અહીં નય વિભાગ દર્શાવવામાં આવ્યો છે.
જીવ વર્તમાનમાં વ્યાપક થઈને વર્તમાન પર્યાયરૂપે થાય છે તેને અહીં ભાવનય શબ્દથી ઓળખાવવામાં આવે છે. અહીં વર્તમાન પર્યાયની વાત નથી કરવી પરંતુ આત્મદ્રવ્ય વર્તમાન પર્યાયરૂપે થાય છે તે આત્મદ્રવ્યને તે વર્તમાન
૧૭૧