________________
પદાર્થમાં એકી સાથે રહેલા છે. પ્રમાણજ્ઞાન પણ : વસ્તુ પદ્રવ્યથી ભિન્ન છે. આ બન્નેને સારી રીતે અને વસ્તુને એ પ્રમાણે જાણી લે છે.
:
:
:
સાચા અર્થમાં સમજીએ ત્યારે વસ્તુનું અનેકાંત સ્વરૂપ સમજી શકાય એમ છે. આપણે વસ્તુના અનંત ધર્મોમાં અસ્તિરૂપ અને નાસ્તિરૂપ એવી બે પ્રકારના વચન ગોચ૨ ધર્મો અને તેના સિવાયના અનંત વચન અગોચ૨ ધર્મો એનો ખ્યાલ કર્યો છે અને એવા ધર્મો વસ્તુમાં અવશ્ય હોય છે. એટલા જ માત્રનો વિચાર કરીએ તો તે માત્ર એક જ પદાર્થમાં હોય છે. ત્યાં અન્ય પદાર્થની કોઈ વાત જ નથી. પરંતુ એ ધર્મોમાં નાસ્તિરૂપ ધર્મોનો અભ્યાસ કરતાં આપણને ખ્યાલ આવે છે કે વસ્તુમાં આવા નાસ્તિરૂપ ધર્મોનું પ્રયોજન તો એ છે કે વિશ્વમાં ભિન્ન ભિન્ન સત્તાએ રહેલા અનંત પદાર્થો કયારેય મળીને એકરૂપ થતા નથી. બે પદાર્થ મળીને એક થાય તો પદાર્થોની સંખ્યા સ્વથી અસ્તિત્વ અને પરથી નાસ્તિત્વ એવા : ઘટતી જાય. વળી બે મળીને એક થાય એ પદાર્થ બે ધર્મો ક્રમથી કહી શકાય છે. પહેલા નાનો હતો અને પછી મોટો થયો વગેરે અનેક પ્રકારના દોષ આવે. પદાર્થો પોતાના અસલ સ્વભાવને કયારેય છોડતા નથી. પોતાના સ્વભાવમાંથી કાંઈ ઓછું ન થાય અને કાંઈ વધે નહીં તેથી વસ્તુનું અંતરંગ બંધારણ જ બે પદાર્થોના કાયમી જુદાપણાને દર્શાવે છે માટે અભ્યાસમાં એ વાત પણ લેવી અનિવાર્ય છે. માટે તો અનેકાંતમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત પણ સાથે લેવામાં આવે છે.
વસ્તુમાં સ્વથી અસ્તિપણું અને પરથી નાસ્તિપણું યુગપદ છે.
પ્રમાણજ્ઞાનમાં સ્વથી અસ્તિપણું અને ૫૨થી નાસ્તિપણું જણાય છે. પરંતુ એ સ્વરૂપ અન્યને સમજાવવું હોય તો બન્ને ધર્મોના કથન એક પછી એક ક૨વા પડે. બન્ને ધર્મો એકી સાથે કરી ન શકાય માટે ક્રમપૂર્વક કહેવા પડે. અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. સ્યાદ્વાદ એ વસ્તુના અનેકાંત સ્વરૂપને દર્શાવનારી કથન શૈલી છે. આ રીતે પહેલા સ્વથી અસ્તિ અને ક્રમશઃ પરથી નાસ્તિ એ પ્રમાણે કથન ક૨વાથી અસ્તિત્વ-નાસ્તિત્વનય થાય છે.
સ્વથી અસ્તિત્વ અને ૫૨થી નાસ્તિત્વ એવા બે ધર્મો નયજ્ઞાન વડે ક્રમથી જાણી શકાય છે.
આ રીતે વસ્તુમાં અને પ્રમાણ જ્ઞાનમાં બન્ને સાથે છે પરંતુ તેમનું કથન કરવું હોય તો ક્રમ દાખલ થાય છે અને એવું જ નય જ્ઞાનનું છે અર્થાત્ નયજ્ઞાન પણ ક્રમપૂર્વક થાય છે.
પ્રશ્ન :
અસ્તિત્વ-નાસ્તિત્વ નય કહેવામાં આવ્યો છે તો એ નયના વિષયરૂપ વસ્તુમાં ક્યો ધર્મ છે ?
ઉત્તર : વસ્તુમાં એવો કોઈ એક ધર્મ નથી. આપણે
પ્રથમથી જ એ વાત લક્ષમાં લીધી છે કે
:
:
વસ્તુના અનેકાંત સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે (૧) વસ્તુ અનંત ધર્માત્મક છે અને (૨) એવી
પ્રવચનસાર - પીયૂષ
:
આ સાત નયો સાથે લેવાના છે. તેમ કરવાથી જ સંપૂર્ણ ચિત્ર આપણા ખ્યાલમાં આવી શકે તેમ છે.
:
હવે જ્યારે બે પદાર્થો વચ્ચેના સંબંધની વાત આવે છે ત્યારે તેની પ્રરૂપણા પણ એ રીતે થવી જરૂરી છે. અસ્તિત્વ નય માત્ર વસ્તુના વચનગોચર અસ્તિરૂપ ધર્મો જ નથી દર્શાવતા. વચન અગોચર ધર્મો અને નાસ્તિરૂપ ધર્મો પણ અસ્તિરૂપ જ છે. અર્થાત્ અસ્તિત્વનય હવે આખા પદાર્થને અસ્તિત્વરૂપે લક્ષમાં લે છે. આપણને ખ્યાલ છે કે સત્ અને તત્ એવા બે શબ્દોનો પ્રયોગ થાય છે. ત્યાં સત્ હયાતી દર્શાવે છે અને તત્ તેનો સ્વભાવ દર્શાવે છે. સમયસાર પરિશિષ્ટ અધિકારમાં પણ
·
:
૧૬૭