________________
ભેદજ્ઞાન વડે જુદો પાડીને તેનો અનુભવ કર્યો છે. તે હવે વિચારે છે કે લાવ-લાવ કરતાં અજ્ઞાન ભાવે જે કાંઈ એકઠું કર્યું હતું તેનું હવે શું કરવું ? તેનો હવે પોતાને કાંઈ ખપ નથી તેથી તે આ પ્રકારે વિચારે છે.
: સ્થાને - અપોહકપણું એટલે કે તેના ત્યાગનો ભાવ તેને આવે છે.
છેદાવ ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે
:
સમયસાર ગા.૨૦૯
:
:
મિથ્યાત્વનો ત્યાગ થયા બાદ ભોગવટાના અને ઈચ્છાના ભાવોના ત્યાગ પણ થાય છે. ચારિત્રના આ દોષોનો ત્યાગ એ જ અંતરંગ ત્યાગ છે એજ સાચો ત્યાગ છે. એવા પરિણામો થાય ત્યારે અને ત્યાર પછી બાહ્ય ત્યાગ પણ જોવા મળે છે. શાસ્ત્રમાં ધ્રુષ્ટાંત આવે છે કે વૃક્ષ ઉ૫૨ કોઈ ફળ તૈયાર થાય ત્યારે તે ફળને પોષણ મળતું હોય છે. એક સમય એવો આવે જ્યારે વિશેષ પોષણની જરૂર ન હોય ત્યારે તે પોષણ પહોંચાડતી નસ સૂકાય જાય છે. તે સમયે તે ફળ વૃક્ષ સાથે જોડાયેલું જ છે છતાં પરમાર્થે છૂટું જ છે. તે ફળ થોડા દિવસોમાં ડીટડીએથી છૂટું થઈને ખરી પડે છે. ત્યારે
:
છૂટું પડયું એમ બાહ્યથી દેખાય છે. આ રીતે જ્ઞાનીના પરિણામની બાહ્ય વિષયોનો ભોગવવાના ભાવમાં જે લૂખાશ આવે છે તે સાચો ત્યાગ છે અને તે અનુસા૨ પછી બાહ્ય ભાગ પણ થાય છે. જિનાગમમાં અંતરંગના ત્યાગને જ ત્યાગ ગણ્યો છે. જીવે ખરેખર તો પોતાના વિભાવ ભાવથી જ જાદા પડવાનું છે. ૫૨ પદાર્થ તો જુદા જ પડયા હતા, જેને અંતરંગ ત્યાગ હોય છે તેને બાહ્ય ત્યાગ પણ અવશ્ય થાય છે. ‘‘બાહ્ય ત્યાગ એ ત્યાગ નથી’’
જ્ઞાનીને હવે એકપણ પરદ્રવ્ય પરિગ્રહરૂપે નથી ખપતું તેથી તે પદ્રવ્યો પોતાથી દૂર થાય એમ ઈચ્છે છે. જે મારે નથી જોઈતું તે અન્યને ઉપયોગી હોય તો ભલે લઈ જાય અથવા એ પદાર્થ કયાંય એનાં પરિભ્રમણના પ્રવાહમાં ચાલ્યા જાય પરંતુ પોતે તેનાથી વિખુતો પડવા માગે છે.
જિનાગમમાં પદ્રવ્ય પરિગ્રહના ત્યાગની રીત
દર્શાવી છે. તેમાં મૂળભૂત વાત એ છે કે તે પદ્રવ્ય છે એવું જ્ઞાન અને શ્રદ્ધાન જરૂરી છે. મારું માનીને ત્યાગ નથી ક૨વો પરંતુ આ મારું છે જ નહીં એવું જ્ઞાન સર્વ પ્રથમ હોવું જોઈએ. જિનાગમ તો આ પ્રકારના જ્ઞાનીને જ ત્યાગ કહે છે.
આ પારકું એમ જાણીને, ૫દ્રવ્યને કો નર ત્યજે, ત્યમ પારકા સૌ જાણીને, ૫૨ ભાવ જ્ઞાની પરિત્યજે.
સમયસાર ગા.૩૧
:
સૌ ભાવને ૫૨ જાણીને, પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે.
સમયસાર ગા.૩૪
...
જ્ઞાનમાં એમ આવે કે આ પર છે ત્યાં જ તેના ત્યાગના ભાવ સાથે આવી ગયા છે. મમત્વનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. મારું માન્યું ત્યાં ગ્રહણનો ભાવ છે. મારું નથી એવું જ્ઞાન થતાં મમત્વ છૂટી જાય છે. એ ત્યાગ જ છે. મમત્વનો ત્યાગ એટલે મિથ્યાત્વનો ત્યાગ. પરને હું ભોગવી શકું છું અને ભોગવતા મને સુખ થાય છે એવી માન્યતા અનુસા૨ એ અજ્ઞાની વિષયોને મેળવવા : છે. વર્તમાનમાં વિષયને ભોગવે છે, ભૂતકાળમાં અને ભોગવવા માગે છે. જ્યારે એ વિપરીત માન્યતા : ભોગવેલ ભોગને યાદ કરે છે અને ભવિષ્યમાં
એવું માનીને સ્વચ્છંદનું સેવન જ્ઞાનીને કયારેય હોતું નથી. તેથી જ્ઞાનીને વિષયોની આકિત નથી. આસકિત સહિતનો રાગ વધુ પડતા રાગને માટે પણ વપરાય છે પરંતુ જિનાગમમાં જે મિથ્યાત્વ સહિતનો રાગ હોય તે આકિત ગણવામાં આવે
·
છૂટી ગઈ ત્યારે બાહ્ય વિષયોના ગ્રહણના ભાવના: ફરીફરીને ભોગવવા મળે એવો ભાવ કરે છે તે પ્રવચનસાર - પીયૂષ
૧૪૧