________________
વિભાવના કારણે જ દુઃખી છે. પુણ્યના ફળમાં
ગાથા- ૨૭
અનુકૂળ સંયોગો મળ્યા પરંતુ મિથ્યાત્વ છે તે મોટું : અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે, પાપ હોવાથી તે જીવ પોતાના વિભાવના કારણે : તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨. ૫૨માર્થે દુ:ખી જ છે. આ રીતે અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ થાય તોપણ તેના સંસારનો અભાવ થાય એવી કોઈ પ્રાથમિક તૈયારી પણ તેને નથી.
જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને અયથાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ અફળ (કર્મફળ રહિત થયેલા) એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી. (અલ્પ કાળમાં મુક્ત થાય છે)
અજ્ઞાની જીવોને ટીકામાં “અનવસ્થિત
વૃત્તિવાળા'' કહ્યા છે. અન્ + અવસ્થિત અર્થાત્
:
અસ્થિર પરિણામવાળા કહ્યા છે અને તે યોગ્ય જ છે. મનને ચંચળ ગણવામાં આવ્યું છે. ખરેખર તો અજ્ઞાની જીવને પોતાના પરિણામોની ચંચળતા હોય
છે. તે સુખ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ તેને સુખના સાચા ઉપાયનો ખ્યાલ નથી. તે બાહ્ય વિષયોમાંથી સુખ મેળવવા માગે છે. બાહ્ય વિષયો અચેતન હોવાથી તેમાં સુખ નામનો ધર્મ જ નથી. તેથી પાંચ ઈન્દ્રિયોના વિષયોમાંથી સુખ કયારેય આવે એમ જ નથી. ઈચ્છિત વિષયની પ્રાપ્તિ થતાં
સંસાર તત્ત્વ દર્શાવ્યા બાદ આ ગાથામાં આચાર્યદેવ મોક્ષ તત્ત્વ દર્શાવે છે. તેથી પહેલા તો
આપણને થોડું આશ્ચર્ય થાય કારણકે સંસાર અને મોક્ષની વચ્ચે સાધક દશા છે. પરંતુ તુરત જ મનનું સમાધાન થાય. બે છેડા દર્શાવે છે. એક સંપૂર્ણ અશુદ્ધ દશા છે અને બીજી પરિપૂર્ણ શુદ્ધ દશા છે. જે અજ્ઞાની છે તે જ પરમાત્મા થાય છે. એમ નથી કે સંસારી સદાય સંસારી રહે છે અને સિદ્ધ સદાય સિદ્ધ રહે
:
છે. જે અનાદિથી અજ્ઞાની છે તે જ એકવા૨ ૫૨માત્મા
:
:
:
ક્ષણિક ઈન્દ્રિય સુખનો અનુભવ થાય ખરો પરંતું ત્યાં સાચું સુખ ન હોવાથી ઉપયોગ ત્યાંથી અન્ય વિષય તરફ ચાલ્યો જાય છે. જ્યાં સુખનો અનુભવ થાય છે ત્યાં પણ કંટાળો આવે એવો બધાને અનુભવ છે તેથી પરિણામો વિષય બદલાવ્યા કરે છે. આ તેની ચંચળતાનું કારણ છે. મન તો બાહ્ય નિમિત્ત માત્ર છે. અસંજ્ઞી જીવોના પરિણામો પણ એ રીતે જ્ઞપ્તિ પરિવર્તન કરતા જ રહે છે. તે જીવ જ્યારે અજ્ઞાન દૂ૨ ક૨ીને જ્ઞાની થાય ત્યારે નિર્વિકલ્પ દશા અતીન્દ્રિય સુખરૂપે અનુભવાય છે. તેથી જ્ઞાનીનો ઉપયોગ પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. ઉગ્ર પુરુષાર્થ ટકે નહીં અને વિકલ્પ ઉઠે તે દુઃખરૂપે અનુભવાય છે માટે ઉપયોગ બાહ્યથી ખસીને ફરી સ્વભાવમાં જવા પુરુષાર્થ વધારે છે. અહીં તો અજ્ઞાનીની વાત લીધી છે. તેથી તેને અસ્થિર વૃત્તિવાળા કહ્યા છે.
:
:
થાય છે. જીવને બે પ્રકારનો દશાનો ખ્યાલ આવવો જરૂરી છે. સંસારનું સાચું સ્વરૂપ જેમ પ્રથમ દર્શાવ્યું તેમ મોક્ષનું સ્વરૂપ પણ આ ગાથામાં સમજાવે છે. : જેથી પાત્ર જીવને પરમાત્મ દશાનો સાચો ખ્યાલ આવે. સંસારમાંથી છૂટવા માગે તેથી મોક્ષની વાત આવે એટલે તુરત જ હા પાડી દે. મોક્ષમાં એકલું સુખ જ છે માટે ત્યાં જવા તૈયાર થાય પરંતુ તેને મોક્ષના સ્વરૂપનો ખ્યાલ નથી ને હા પાડે છે. તેને મોક્ષના સુખની અને પોતે અનુભવેલા સુખની જાત એક જ માને છે. તેથી તેને સિદ્ધદશાનો સાચો ખ્યાલ આવવો જરૂરી છે. સિદ્ધ પ૨માત્માને દેહ જ નથી. માટે દેહની જરૂરીયાત એવા મકાન-વસ્ત્ર-આહા૨પાણી-વાહન વગેરે કાંઈ ત્યાં નથી. ચૈતન્ય ગોળો · એકલો અસંગપણે લોકાગ્રે સ્થિર રહે છે અને અનંત અવ્યાબાધ સુખને સાદિ અનંતકાળ સુધી ભોગવે ચરણાનુયોગસૂચક ચૂલિકા
અે
:
:
૧૩૨
:
: