________________
પાલન કરે છે. તત્ત્વનો અભ્યાસ કરનારા બધાં ધર્મોમાં ઓછા હોય છે. ધર્મનું પાલન એટલે બાહ્ય આચરણની જ વાત હોય છે. જીવના શુભભાવો અનુસાર બાહ્ય આચરણ હોય છે. જૈનોને જ, તત્ત્વના અભ્યાસીને જ એ ખ્યાલ આવે છે કે શુભભાવ એ પણ બાહ્ય આચરણ જ છે. એ જીવના અશુદ્ધ પરિણામો છે. સાચું આચરણ તો જ્ઞાનીને હોય છે અને તે વીતરાગતા છે, સ્વરૂપલીનતા છે.
કરે પરંતુ એવું કાંઈ કરવામાં ન આવે તો પછી અને સાચી સમજણ કેમ કહેવાય. પૂ. બહેનશ્રીના એક પત્રમાં આવે છે કે જીવ અને પુદ્ગલ જુદા
:
:
છે એવી સમજણ થયા પછી જડમાં ભળતા આત્મા : સંકોચ પામે તો ઉદાસીન થાય પરંતુ આવું કાંઈ કાંઈ થતું ન હોય તો એવી સમજણની કોઈ કિંમત રહેતી નથી. તેથી તે જીવને બહિર્લક્ષી જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થરૂપે સમજાયું હોય તો પણ તેને અજ્ઞાની જ માનવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં દ્રવ્યલિંગી મુનિ દૃષ્ટાંતરૂપે લીધા છે ત્યાં અભવ્ય જીવથી વાત લીધી છે એટલે કે એ મુનિ થાય કે અગીયાર અંગનો અભ્યાસી થાય તેને મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થવાની જ નથી.
ધર્મનો ઉપદેશ આપનારા પણ સામાન્ય રીતે શુભભાવ અને બાહ્ય આચરણની જ વાત કરતા હોય છે. શુદ્ધાત્મા અને તેનો આશ્રય-ફળસ્વરૂપે પર્યાયની શુદ્ધતા એવો ઉપદેશ વિરલ જ હોય છે. ઉપદેશ દેનારા પણ જો તત્ત્વના અભ્યાસી ન હોય અને એને પણ જો બાહ્ય આચરણની જ મુખ્યતા હોય તો ઉપદેશ પણ એ પ્રમાણે જ આવે. તેથી શ્રોતાને પણ જૈન દર્શનનું હાર્દ સમજવાનો અવકાશ ન રહે. માટે જૈનના સાધુ થયા તેથી તેનું તત્ત્વ ચોકખું હોય એવું માની ન લેવાય.
·
આ રીતે જે દ્રવ્યલિંગ ધા૨ણ ક૨ના૨ મુનિ પણ વસ્તુ સ્વરૂપને યથાર્થપણે જાણતો નથી તે સંસારમાં અનંતકાળ રહેવાનો છે. શ્રમણ હોવા છતાં
હવે એવા જીવનો વિચાર કરીએ જે
:
:
:
દ્રવ્યલિંગનું પાલન કરીને નવમી ગ્રંવિયેક જાય છે. આવા જીવોને તત્ત્વની મૂળભૂત વાતનો તો બરોબર ખ્યાલ હોય છે. કોઈ અજ્ઞાની જીવને અગીયાર અંગનું જ્ઞાન પણ હોય છે. આ રીતે જેને સત્ શાસ્ત્રનો અભ્યાસ હોય તેનું બહિર્લક્ષી જ્ઞાન સાચું હોય છે. તેથી તેને તત્ત્વનું અયથાર્થ જ્ઞાન-શ્રદ્વાન કઈ રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન ખરેખર મુશ્કેલ છે. પરંતુ અવશ્ય થઈ શકે છે. જેને સાચું જ્ઞાન હોય તે સાચો પુરુષાર્થ અવશ્ય કરે. અગ્નિમાં હાથ નાખવાથી દાઝી જવાય એવું જેને જ્ઞાન હોય તે અગ્નિમાં હાથ નાખવા માટે જાય નહીં. શરી૨ તે હું છું એ માન્યતા ખોટી છે એવી સાચી સમજણ હોય તે દેહાધ્યાસ છોડે. કમસે કમ તે છોડવા માટેનો પ્રયત્ન તો અવશ્ય
સંસારમાં રખડવાનો છે. કેવો છે સંસાર? ‘‘અત્યંતફળ સમૃદ્ધ’’ અર્થાત્ સંસારી જીવ સમયે સમયે અનેક પ્રકારના કર્મોના ઉદયગત ફળને મેળવે છે અને ભોગવે છે. તે કયારેય સુખી નથી. બધા કર્મો જીવને દુઃખરૂપી ફળને આપનારા છે. ઘાતિકર્મનો તો સ્વભાવ જ જીવની શુદ્ધતાને હણવાનો છે. અર્થાત્ તે કર્મોદય જીવના વિભાવમાં જ નિમિત્ત થાય છે. ઘાતિકર્મો બધા પાપપ્રકૃતિરૂપ જ છે. તે કર્મોદયમાં જે જીવ જોડાય છે તે પોતાના વિભાવ ભાવથી જોડાય છે. તે વિભાવરૂપ હોવાથી જીવને દુઃખરૂપી ફળ જ આપે છે. જીવ પોતાના વિભાવભાવ વડે સંયોગોમાં જોડાય છે. સંયોગો એ અઘાતિ કર્મનું ફળ છે. અઘાતિ કર્મોમાં પુણ્ય અને પાપ એવા બે ભેદ છે ખરા તે અનુસાર સંયોગોમાં પણ અનુકૂળ અને પ્રતિકૂળ એવા ભેદ પડે છે પરંતુ એવા સંયોગોને જીવ પોતાના વિભાવ ભાવ વડે ભોગવે છે માટે એ જીવ પોતાના
:
:
·
પ્રવચનસાર -
પીયૂષ
૧૩૧