________________
તો નથી. જૈન દર્શન એક જ સત્ય છે અને અન્ય : આવા પ્રકારના શુભભાવમાં પણ તે નિમિત્ત થાય
છે. આ રીતે શિષ્યની ઉપાદાનની યોગ્યતા અનુસાર તે મુનિ તેને શુદ્ધતા અને શુભભાવમાં નિમિત્ત થાય
સર્વ ધર્મો આત્મકલ્યાણ માટે બાધક છે એવો નિર્ણય તો તેને અવશ્ય હોય છે. અન્ય ધર્મનું પાલન કરનારા પોતાનું તો અકલ્યાણ કરી જ રહ્યા છે માટે દુઃખી છે. આમ હોવાથી તેઓ કરુણાને યોગ્ય છે. દરેક જીવ સ્વતંત્ર છે એવું જાણતા હોવાથી તે બધા પ્રત્યે સમભાવ રાખે છે. બધા જીવો સાચું સમજીને સુખી થાય એવી તેમને ભાવના છે. જે સાચે માર્ગે આવ્યા છે તે બધા પ્રત્યે તેને વાત્સલ્ય છે. સાધર્મીમાં નાના મોટા અથવા ગુણ અધિક કે હિન એવા ભેદને તે લક્ષમાં લેતા નથી એ અપેક્ષાએ બધા પ્રત્યે સમાન વાત્સલ્ય છે. કુટુમ્બિજનો કરતા તેને સાધર્મી પ્રત્યે વિશેષ ભાવ અવશ્ય છે. આ બધું હોવા છતાં એક સામાન્ય કથન કરી શકાય કે તેઓ બધા પ્રત્યે એક નિસ્પૃહ ભાવથી જુએ છે. વળી શ્રમણ મોક્ષમાર્ગમાં સારી રીતે આગળ વધેલા છે. સમ્યગ્દર્શન-જ્ઞાન- : ચારિત્રની એકતારૂપનો જે સાધકનો પંથ છે તે માર્ગે તેઓ ઘણા આગળ નિકળી ગયા છે. આ રીતે તેઓ સુમાર્ગવંત છે. આ રીતે ત્રણ વિશેષણ દ્વારા શ્રમણનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે.
:
·
આવા શ્રમણ પોતે સાધક હોવાથી તેની
પર્યાયમાં મદહ અંશે શુદ્ધતા અને અલ્પ એવી
અશુદ્ધતા સહિત છે. તેમની પર્યાયની શુદ્ધતા મોક્ષનું સાક્ષાત્ કારણ છે. તેથી તેઓ મોક્ષનું આયતન અર્થાત્ સ્થાન છે અને નિજ સાધના દ્વારા અન્ય પાત્ર જીવોને પણ મોક્ષનું નિમિત્ત કારણ થાય છે. પોતાને ભૂમિકાને યોગ્ય શુભભાવ પણ વર્તે છે. તેથી તેઓ વર્તમાનમાં એવા અસ્થિરતાના રાગરૂપે પણ પ્રવર્તી રહ્યા છે. આવા શ્રમણ અન્ય જીવોને મુક્તિનું અને શુભભાવનું પણ નિમિત્ત થાય છે. શિષ્ય (પાત્ર જીવ) જો શુદ્ધતા પ્રગટ કરે છે તો તેમને સાક્ષાત મોક્ષનું કારણ (નિમિત્ત) બને છે. જો એવો પાત્ર જીવ કદાચ વર્તમાનમાં ભવના અભાવનું કામ ન કરી શકે પરંતુ વીતરાગ માર્ગની આસ્થા રાખે છે તો તેવા જીવને
પ્રવચનસાર - પીયૂષ
=
:
:
...
છે.
:
: અશુભોપયોગરહિત શ્રમણો –શુદ્ધ વા શુભયુક્ત જે, તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ૨૬૦. જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (પુણ્યને) પામે છે.
·
ગાથા = ૨૬૦
S
આ ગાથામાં શ્રમણની ભૂમિકા વિશેષ વિસ્તારથી સમજાવે છે. મુનિને અશુભભાવ નથી. (૧)તેમણે મિથ્યાત્વનો નાશ કર્યો છે તેથી મોટામાં મોટી હિંસાનો તેમને ત્યાગ છે. (૨) તેમણે દ્વેષને છોડયો છે. તેથી ચારિત્ર અપેક્ષાઓ અશુભભાવ છોડયો છે. અહીં રાગને શુભના અર્થમાં અને દ્વેષને અશુભના અર્થમાં લેવામાં આવ્યો છે. (૩) તેમણે અપ્રશસ્ત રાગનો ત્યાગ કર્યો છે. આ શબ્દોથી
મુનિએ કુદેવાદિ પ્રત્યેના રાગનો છોડયો છે અર્થાત્ તેમને કુદેવાદિની ભક્તિ વગેરે પ્રકા૨નો શુભભાવ નથી એમ કહેવામાં આવ્યું છે. આ રીતે મોહ-રાગદ્વેષ રહિતપણું દર્શાવ્યું છે. કુદેવ પ્રત્યેની ભક્તિ પણ અશુભભાવ છે એવું કહેવાનો આશય છે.
આવા મુનિ જ્યારે શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ દશારૂપ પરિણમે છે ત્યારે તેને બુદ્ધિપૂર્વકના એક પણ કષાયો નથી. નિમિત્ત અપેક્ષાએ તેણે સકળ કર્મફળનો સંન્યાસ-ત્યાગ કર્યો છે. જ્યારે તે વિશેષ ગુણવાનના સંગમાં રહે છે ત્યારે પોતે તેમના પ્રત્યે પ્રશસ્ત રાગ પણ ધરાવે છે. તે સમયે તથા પ્રકારના કર્મના ઉદયમાં જોડાઈને પોતાની દશામાં ભક્તિ ભાવ પ્રગટ કરે છે.
૧૧૫