________________
આર્યવૃત્તિવાળા જીવો પણ ચોવીસ કલાકમાં : તે તીર્થ. પરમાત્મા પોતે ભવસાગરને પાર પહોંચ્યા છે. પોતે જે માર્ગે નિજકલ્યાણ કરી ચૂક્યા છે તે માર્ગે આવવા માટે અન્ય પાત્ર જીવોને નિમંત્રે છે. : જેને વીતરાગતાના રુચે છે એવા પાત્ર જીવો તે માર્ગે જવા માટે સાચા દેવાદિની સેવા કરે છે. જે : સ્વયં તરી ગયા છે અને તરી રહ્યા છે એવા પંચપરમેષ્ટિઓ તીર્થના ક૨ના૨ા અર્થાત્ અન્યને તા૨ના૨ા છે. જે કુદેવાદિ છે તે સ્વયં તરતા નથી ભવસાગરને પા૨ ક૨વામાં અશક્તિમાન છે. તે
માંડ ૪-૫ કલાક શુભભાવ અને તેને અનુરૂપ પ્રવૃત્તિમાં ગાળે છે. તેથી જો આર્યવૃત્તિવાળા જીવોમાં પણ વધુ સમય અશુભભાવમાં જ વ્યતીત થતો હોય તો પછી બધા અજ્ઞાની જીવોને અશુભ ભાવરૂપ વિષયકષાયની પ્રવૃતિ હોય છે. એ સમજી શકાય એવું છે.
અન્યને તારનારા (નિસ્તારક) બની શકે નહીં. તેથી નિજકલ્યાણ માટે પ્રયત્ન કરનારા પણ જો કુદેવાદિનું સેવન કરે છે તો અવશ્ય ડૂબે છે. નિજકલ્યાણ કરી તો શકતા નથી પરંતુ તેને એવા સંયોગો પ્રાપ્ત થાય છે જેના કારણે તેને આત્માનું અકલ્યાણ થાય છે. તને ભવનો અભાવ ક૨વાનું પણ ન થાય. તે અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં જ લાગી જાય એવી એની
:
સ્થિતિ થઈ જાય છે.
ગા. ૨૫૭માં કારણ વિપરીતતામાં ‘૫૨માર્થના અજાણ’’ અને ‘‘વિષય કષાયે અધિક’' એવા બે
ભેદ પાડીને કુદેવાદિની વાત લીધી હતી. તેમાંથી અહીં પોતાના ‘આત્મસ્વભાવને નહીં જાણના૨’’ એ વિષય ગૌણ કરીને વાત કરે છે. જે પોતે જ નિજ આત્માનું સ્વરૂપ જાણતા નથી એ અન્યને આત્માનું સ્વરૂપ સમજાવી ન શકે તે સહજ છે. હવે આ ગાથામાં “વિષય કષાયે અધિક’'ની વાત કેન્દ્રમાં
રાખીને સમજાવે છે. આપણે એ વાત યુક્તિપૂર્વક નક્કી કરી છે કે આ પ્રવૃતિ અશુભભાવ છે. અશુભ ભાવ અને તેનું ફળ પાપ પ્રકૃતિનો બંધ એ બન્ને સમાન છે માટે અહીં અશુભભાવને ‘‘પાપ'' કહ્યું છે.
:
અશુભભાવ પાપ છે માટે અશુભભાવ કરનારા પણ પાપ છે, પાપી છે. આ રીતે આચાર્યદેવે કુદેવને પાપી ઠરાવ્યા. ત્યારબાદ કહે છે કે જેને આવા કુદેવાદિ પ્રત્યે અનુરાગ છે તે પણ પાપી છે. જેને રાગની રુચિ છે તે અજ્ઞાની છે અને પાત્ર જીવને વીતરાગ ભાવની રુચિ હોવાથી તેને સાચા દેવાદિ પ્રત્યે ભક્તિ હોય છે. કુદેવાદિ પોતે વિપરીત માન્યતા અને એને અનુરૂપ વિષયભોગની વાંછાવાળા છે. એ સ્વયં સંસારમાં ડૂબેલા છે. પથ્થરની નાવમાં બેસનારા પણ તે નાવની સાથે પાણીમાં ડૂબે છે તેમ કુદેવાદિ પ્રત્યે રુચિ અને ભક્તિવાળા જીવો પણ સંસારમાં ડૂબે છે.
તીર્થંકરો તીર્થના કરનારા છે. જેનાથી તરાય પ્રવચનસાર - પીયૂષ
ગા. ૨૫૬માં કા૨ણ વિપરીતતા પ્રત્યે ભક્તિના ફળમાં સુદેવ મનુષ્યપણું કહ્યું હતું. ગા. ૨૫૭ માં તેનું ફળ કુદેવ-મનુષ્યપણું કહ્યું છે. આ ગાથાના ભાવને મુખ્ય રાખીને વિચારીએ તો : અશુભભાવના ફળમાં કુમનુષ્યપણું મળે તે સ્વાભાવિક લાગે છે. આ ગાથામાં કુદેવાદિ પ્રત્યેના શુભ ભાવને પણ અશુભ ગણાવ્યો છે. શબ્દો એકના એક છે. કાર્ય પણ એનું એ જ છે પરંતુ તેને સંદર્ભ બદલાવીને જોઈએ ત્યારે તેના ભાવ ઘણા ફરી જાય
:
છે.
કુદેવાદિ પ્રત્યેના ભક્તિભાવને અશુભ-પાપ ગણવામાં આવે છે. ત્યાં તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે માટે તે પાપી જ છે એ વાત સહજપણે આપણા ખ્યાલમાં આવે છે. કારણકે મિથ્યાત્વ એજ મોટામાં મોટું પાપ છે. વળી અજ્ઞાની જ્યારે કુદેવાદિની ભક્તિ કરે છે ત્યારે તેને એ કુધર્મ પ્રત્યે રાગ છે. પરિણામે
૧૧૩