________________
ગાથા ૧૧૮
તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે; નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૧૮. મનુષ્ય, નારક, તિર્યંચને દેવરૂપ જીવો ખરેખર નામ કર્મથી નિષ્પન્ન છે. ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી.
-
રાગદ્વેષના ભાવો → દ્રવ્યકર્મો - (અઘાતિ કર્મો) → મનુષ્ય દેહ
:
:
જેવા સંયોગોમાં હોય તેને અનુરૂપ તેના ભાવો થાય છે. સંયોગો જીવને ઘડે છે. ચાંડાલના જોડકાં પુત્રોમાં એક ચાંડાળને ત્યાં અને એક બ્રાહ્મણને ત્યાં મોટા થાય છે તે દૃષ્ટાંત પ્રચલિત છે. આ બધાને કા૨ણે સંયોગના અનુસાર જીવના સંયોગી ભાવ થાય છે એ માન્યતા પ્રચલિત છે.
:
ગા. ૧૧૭ના અનુસંધાનમાં એ જ ભાવને દૃઢ કરે છે. પૂર્વ ભવમાં કરેલા ભાવો, ક્રિયા, રાગ દ્વેષ એવા વિભાવ ભાવોના નિમિત્તે દ્રવ્ય કર્મની રચના થાય છે. તે (અઘાતિ કર્મો) ઉદયમાં આવીને પછીના ભવમાં મનુષ્ય પર્યાયરૂપી ફળને આપે છે. ત્યાં જીવને મનુષ્ય દેહ સંયોગરૂપે પ્રાપ્ત થાય છે. તે બધું નામ કર્મના ઉદયરૂપે લેવામાં આવે છે. આટલું કાર્ય થતાં જીવે કરેલા રાગ-દ્વેષના ભાવોનું ફળ સમાપ્ત થાય છે.
:
આ રીતે કા૨ણ કાર્યની સંધિ પુરી થાય છે. એ ભવમાં જીવ નવા રાગ-દ્વેષના ભાવો કરે છે અને નવી શૃંખલા શરૂ થાય છે. ટીકાકાર આચાર્યદેવ આ વાતને સ્પષ્ટપણે સમજાવવા માટે બે તદ્દન અલગ દૃષ્ટાંતો આપે છે. બે સિધ્ધાંત આ પ્રમાણે છે.
૧) જીવને શરીર પ્રાપ્ત થાય ત્યારે પણ જીવ અને શરીર બન્ને તદ્દન અલગ જ છે.
૨) જીવ ઘાતિકર્મના ઉદયમાં જોડાયને નવા રાગદ્વેષ-મોહ કરે છે.
અઘાતિ કર્મનું ફળ છે. જીવને અઘાતિ કર્મના ઉદય અનુસાર શ૨ી૨ અને સંયોગો પ્રાપ્ત થાય છે. અઘાતિ કર્મનું કોઈ ફળ જીવમાં આવતું નથી. શરીર અને સંયોગો પણ જીવના વિભાવમાં નિમિત્ત
અજ્ઞાની જીવોની સામાન્ય માન્યતા એ પ્રકારની છે કે જીવ સંયોગના લક્ષે સંયોગી ભાવ કરે છે. પોતાને સંયોગો અનુસાર સુખ દુઃખ થાય છે તેમ માનતો હોવાથી તે સંયોગોને ફેરવવા માટેના પ્રયત્નો કરે છે. શરીર અને સંયોગો તે પ્રવચનસાર - પીયૂષ
નથી. જીવ શરીરને જાણતાં શરીરમાં એકત્વબુદ્ધિમિથ્યાત્વ કરે છે એવી એક માન્યતા છે. જીવ
સંયોગ → જીવના સંયોગી ભાવો - રાગ દ્વેષ વગેરે
આ રીતે વિચારવાથી રાગ દ્વેષનું કારણ અઘાતિ કર્મો થાય પરંતુ તેમ નથી. માટે તે સિધ્ધાંત દર્શાવવા માટે અમૃતચંદ્રાચાર્યદેવ સોનાના કંકણમાં માણેક જડવામાં આવે છે તેનો દૃષ્ટાંત આપે છે. તે સમયે પણ સોનું અને માણેક ભિન્ન જ છે. એ રીતે સિધ્ધાંતોમાં જીવ અને શરીર (સંયોગો) નું અત્યંત ભિન્નપણું જ દર્શાવવા માગે છે. અર્થાત્ નામકર્મના ઉદય અનુસાર શરીર પ્રાપ્ત થવા છતાં જીવને રાગદ્વેષ થતાં નથી. તે શરીર જીવના સ્વભાવનો પરાભાવ કરતું નથી. તેથી શરીર કે સંયોગો જીવના રાગના કારણો નથી એવું સિદ્ધ ક૨વા માગે છે. અર્થાત્ નીચે પ્રમાણે નથી.
:
જીવના રાગ દ્વેષ → અઘાતિ કર્મો → તેનો ઉદય → શરીર અને સંયોગો → જીવના રાગ-દ્વેષ તે તો કઈ રીતે છે તે સાચા અર્થમાં સમજીએ. જીવના રાગ-દ્વેષ
દ્રવ્યકર્મ
ઘાતિ કર્મો
રાગ-દ્વેષ-મોહ
અઘાતિ કર્મો
શરીર
સંયોગો
૯૩