________________
વાત પુરી થાય છે. અત્યાર સુધીના આપણા અભ્યાસમાં એક છેડે પદાર્થનું અખંડપણું અને સામે છેડે છ એટલું જ નથી. એમ લક્ષમાં લીધું છે. દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય અને પર્યાય, ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ અને ધ્રુવ એવા અનેક પ્રકારના બે વચ્ચેના સંબંધો પણ લક્ષમાં લીધા છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ : ત્રણને પર્યાયમાં લઈ અને પછી પર્યાયનો દ્રવ્ય સાથેનો સંબંધ જોયો છે. ઉત્પાદ અને વ્યયને પર્યાયમાં ન લેતા સીધા દ્રવ્યમાં લાગુ ન પાડી શકાય. આ બધુ આપણે લક્ષમાં લીધું છે. મહાસત્તામાં પદાર્થ : અને અવાંત૨ સત્તામાં સીધા નિરંશ : અંશો નથી. વૃક્ષમાં થડમાંથી મોટી ડાળી, તેમાંથી નાની ડાળી, પેટા ડાળી, ઝૂમખા, પાંદડા વગેરે જોવા મળે છે. મૂખ્ય મૂળમાંથી પણ એજ પ્રકારે અનેક પ્રકારના પેટા મૂળ જોવા મળે છે. એક બાજુ લશ્કર અને સામે સૈનિક એમ નથી. વચ્ચે અનેક પ્રકારની કેડર જોવા મળે છે. ભારત દેશમાં અનેક રાજ્યો, એક રાજ્યમાં અનેક જિલ્લાઓ, એક જિલ્લામાં
·
અનેક તાલુકાઓ અને એક તાલુકામાં અનેક ગામો
વગેરે અનેક દૃષ્ટાંતો લઈ શકાય છે. એ રીતે જોઈએ ત્યારે જ ભારત દેશ શું છે તે સાચા અર્થમાં સમજી શકાય. એવું જ પદાર્થ અંગે સમજવું, આવું પદાર્થ બંધારણ લક્ષમાં આવતા પાત્ર જીવને પોતાનો સાચો મહિમા આવે અને એ સ્વભાવની અનુભૂતિ ક૨વાની ભાવના જાગે.
-
૧) સ્યાત્ અસ્તિ – પર્યાય પોતાથી છે. (દ્રવ્ય પર્યાય સત્તા પોતાથી સત્ છે.
આ ગાથાથી આચાર્યદેવ નવો વિષય શરૂ ક૨ે છે. જીવના અનાદિકાળથી જે વિભાવ થતા આવે છે અને તેના ફળમાં જે ચાર ગતિના પરિભ્રમણ થાય છે તેની વાત ક૨વા માગે છે. સામાન્ય રીતે દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવવામાં આવે છે. તે રીતે કરવાથી સારી રીતે સમજી શકાય છે. જીવનો વિભાવ અને
:
તેનું ફળ અહીં સમજાવવું છે. તે માટે આચાર્યદેવ દૃષ્ટાંત શોધવા લાગે છે. પરંતુ ઘણો પ્રયત્ન કરવા છતાં તેવું દૃષ્ટાંત મળે તેમ ન હોવાથી ગાથાના મથાળામાં જ આચાર્યદેવ કહે છે કે જેનો નિર્ધાર કરવાનો છે તેને જ ઉદાહરણરૂપે દર્શાવવું છું. શાસ્ત્રમાં જ્ઞાનનું સ્વરૂપ સમજાવવું હોય ત્યારે અરીસાનો દૃષ્ટાંત અને રાગ માટે સ્ફટિકનો દૃષ્ટાંત
પર્યાયની મુખ્યતાથી સપ્તભંગીનો વિચાર : લેવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે સ્ફટિકમાં
કરીએ ત્યારે ત્યાં
ઝાંય ઉઠે છે તે કાંઈ દોષ નથી. વિભાવ નથી. તેથી તે ખરેખર યોગ્ય દ્દષ્ટાંત નથી. વળી આ ગાથામાં વિભાવ અને તેના ફળમાં ભવિષ્યમાં અન્ય ગતિની પ્રાપ્તિ દર્શાવવી છે. એવા કોઈ દૃષ્ટાંત વિશ્વમાં છે જ નહીં તેથી જીવની જ વાત કરીને વર્ણન ક૨વામાં આવે છે.
૨) સ્યાત્ નાસ્તિ - પરદ્રવ્ય અને તેની પર્યાયનો મારામાં અભાવ છે.
૩) સ્યાત્ અવક્તવ્ય - વિશ્વના સમસ્ત પદાર્થોની (પર્યાયો) સાથે સંબંધ છે. તેથી બધું કહી ન શકાય એ અપેક્ષાએ અવક્તવ્ય છે.
ગા. ૧૧૬
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્ન છે; કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે.૧ ૧૬.
८८
“આ જ એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી; (કારણકે સંસારી જીવને) સ્વભાવ નિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવ સ્વભાવથી નીપજતી રાગ દ્વેષમય ક્રિયા અવશ્ય છે) અને જો પરમ ધર્મ અફળ છે તો ક્રિયા જરૂર અફળ નથી. (અર્થાત્ એક વીતરાગ ભાવ જ મનુષ્યાદિ પર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગ દ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવે છે)
અનાદિકાળથી અજ્ઞાની જીવ શરીરમાં હુંપણું માનીને જીવન જીવતો આવ્યો છે તેવા જીવને જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન