________________
અને શરીરની વાત લેવામાં આવી છે. જેને મનુષ્યરૂપે : ટકવાપણું અને સ્વભાવ અંતર્ગત નવી નવી ઓળખવામાં આવે છે ત્યાં મનુષ્યદેહ અને તે દેહમાં : રચનાઓમાં ઉત્પાદ-વ્યયને લક્ષમાં લઈએ છીએ. રહેવાનીયોગ્યતાવાળો જીવ એમ બે છે. દેહની પણ મનુષ્ય પર્યાય અને જીવની પણ મનુષ્ય પર્યાય એ બે વચ્ચે ખરેખ૨ તો મેળ વિશેષ જ છે પરંતુ તે એક જેવા લાગે છે. સમાજમાં તેને એક ગણવામાં આવે છે. અજ્ઞાની જીવો શરીર સાથે આ રીતે જ એકત્વ બુદ્ધિ કરી રહ્યા છે. એવા મેળ વિશેષ સમયે પણ જીવ અને શ૨ી૨ બન્ને જુદા છે. સ્વતંત્રપણે પોતાના પરિણામોને કરે છે. જે સિદ્ધાંત સમાન જાતીય અનેક દ્રવ્ય પર્યાયમાં લક્ષમાં લીધો છે તે અહીં પણ લાગુ પડે છે. અહીં વિશેષતા એ લક્ષમાં લેવી છે કે આવા અસમાન જાતીય અનેક દ્રવ્ય પર્યાયરૂપ મનુષ્ય પર્યાય દ્વારા તે સમયે પણ જીવ જાદો છે એ વાત લક્ષમાં લઈને જીવની ઓળખાણ ક૨વી જરૂરી છે. અન્ય દ્રવ્યો સાથેના સંબંધ અહીં મનુષ્ય પર્યાયરૂપે આપણા જ્ઞાનમાં પકડાય છે. તે મા૨ફત જીવની પોતાની દ્રવ્ય પર્યાયની ઓળખાણ અને એ રીતે જીવ દ્રવ્ય સ્વભાવ સુધી પહોંચવાનું પ્રયોજન છે.
ગાથા- ૧૦૪
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪. સત્તા અપેક્ષાએ અવિશષ્ટપણે, દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક ગુણ પર્યાયમાંથી અન્ય ગુણ પર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણ પર્યાયની સત્તા સાથે અવિશિષ્ટ-અભિન્ન-એક જ રહે છે). તેથી વળી ગુણ પર્યાયો દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.
ઉત્પાદ-વ્યય-ધ્રુવને કેન્દ્રમાં રાખીને વિચારણા ચાલે છે. તેને નિત્ય-અનિત્ય એ રીતે પણ વિચારવામાં આવે છે. દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુ ટકીને બદલે છે. આ રીતે આપણે સ્વભાવનું નિત્ય
પર
:
:
:
:
મહાસત્તા અને અવાંતર સત્તાઓનો વિચાર કરીએ ત્યારે દ્રવ્યમાં દ્રવ્યની પર્યાયો થાય છે. તેમ ગુણને ગુણનો સ્વભાવ છે તેથી ગુણમાં ગુણની પર્યાયો થાય છે. એ જ રીતે નિરંશ અંશને તેનો સ્વભાવ છે અને ત્યાં અવિભાગ પરિચ્છેદ રૂપના પરિણામો થાય છે. આ રીતે દરેક સ્વભાવની સાથે તેને અનુરૂપ પરિણમન થાય છે. મહાસત્તા અને અવાંતર સત્તાનો મૂળભૂત આશય સમજીએ તો ખ્યાલ આવે છે કે જેમ સ્વભાવ મહાસત્તા અને અવાંતર સત્તારૂપે લક્ષમાં આવે તેમ તે સ્વભાવોથી થતી પર્યાયો પણ એજ રીતે એક અનેક-એકત્વરૂપે રહેલી છે.
આ પ્રમાણે સમુચ્ચયરૂપે વિચા૨ ક૨વાથી આપણને ખ્યાલ આવે કે જ્યારે કોઈ એક સ્વભાવના પરિણામનો ખ્યાલ કરીએ ત્યારે તે સ્વભાવને અનુરૂપ તેનું ચોક્કસ પ્રકારનું કાર્ય ત્યાં અવશ્ય હોય છે. તે સ્વભાવને મહાસત્તારૂપે લક્ષમાં લઈએ ત્યારે તેમાં રહેલી અવાંતર સત્તાઓના એકત્વરૂપ આ મહાસત્તા છે. માટે અવાંત૨ સત્તાઓના પરિણામોના એકત્વરૂપ ભાવને પણ મહાસત્તાના પરિણામરૂપે જોઈ શકીએ. અર્થાત્ અવાંતર સત્તાઓ વચ્ચેના સંકલનનું કાર્ય મહાસત્તા પાસે જોવા મળે છે.
એ સ્વભાવને મહાસત્તારૂપે જોવાને બદલે તેને અવાંત૨ સત્તારૂપે જોવાથી તે કોઈ એક મહાસત્તાના ભેદરૂપે ખ્યાલમાં આવે છે. આ પ્રમાણે હોવાથી તેને
તેના જેવી અન્ય અવાંતર સત્તાઓ સાથેના સંબંધો પણ લક્ષમાં આવે છે. આ રીતે એક સ્વભાવને તેના પરિણામથી વિચારીએ ત્યારે ત્યાં ત્રણ અપેક્ષાઓ લાગુ પડે છે. (૧) તે સ્વભાવનું પોતાનું સ્વતંત્ર કાર્ય. (૨) તે સ્વભાવની અવાંતર સત્તાઓ વચ્ચેના સંકલનનું કાર્ય. (૩) તેના જેવા અન્ય સ્વભાવો સાથેના સંબંધનું કાર્ય.
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન