________________
સ્વીકાર કરી લે છે. દૃષ્ટાંત યોગ્ય છે. પરંતુ આત્મા : આપણે આપણા પિતાને અથવા દાદાને જોયા હોય ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય ન હોવાતી આ રીતે આત્મા જાણી શકાતો નથી.
છે. પરંતુ આપણી ભૂતકાળની પાંચમી પેઢીએ જે દાદા હતા તેને જોયા નથી. છતાં આપણે વર્તમાનમાં માણસને જોયા છે. તેથી તે પણ મનુષ્ય જ હતા. વાનર ન હતા. એવું જ્ઞાન આપણે કરી શકીએ છીએ. શબ્દો દ્વારા અથવા ચિત્ર દ્વારા પણ મનના સંગે અનુમાન કરી શકીએ છીએ. આ રીતે ભલે મન દ્વારા તે વિષયને ગ્રહણ કરી શકીએ છીએ. પરંતુ ત્યાં આટકતરી રીતે ઈન્દ્રિયનું અવલંબન તો રહેલું જ છે. આપણે છ દ્રવ્યોમાંથી ધર્મ-અધર્મ-આકાશકાળ એ ચા૨ દ્રવ્યોનો સ્વીકાર શાસ્ત્ર, શબ્દો અને
યુક્તિની ઓથમાં જ કરીએ છીએ. મન આ રીતે અરૂપીને વિષય કરી શકે છે. આ પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મન દ્વારા થાય છે. આ રીતે માત્ર મનનો વિષય કદાચ કોઈ નથી.
હવે બીજા બોલમાં જે વાત લીધી કે ઈન્દ્રિયો કોઈ રીતે આત્માની ઓળખાણમાં સહાયક થાય કે નહીં. ત્યાં ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય તો આત્માનો કાંઈ ધર્મો નથી. પરંતુ શબ્દ ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. ખ્યાલમાં રહે કે શબ્દ એ આત્માનો ગુણ નથી. એ તો ભાષા વર્ગણાનું અર્થાત્ પુદ્ગલનું કાર્ય છે. પરંતુ તે શબ્દ વાચક થઈને વાચ્ય એવા જીવને દર્શાવી શકે છે. તેથી ઈન્દ્રિય મારફત શબ્દનું જ્ઞાન.
શબ્દ વાચક થઈને વાચ્ય એવા આત્માને દર્શાવે અને
સંજ્ઞી જીવ એ રીતે આત્માની પ્રાપ્તિ કરી શકે છે. આ રીતે પરમ્પરા દ્વારા આત્મજ્ઞાન થાય છે. માટે ઈન્દ્રિય ગમ્ય શબ્દો દ્વારા મનને સાધન બનાવીને આત્મા જાણી શકાય છે. પરંતુ ઈન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક મન દ્વારા નહીં એ રીતે આપણા જ્ઞાનને વ્યવસ્થિત કરવું રહ્યું.
બોલ નં. ૫ :- જીવ મન વડે જાણતો નથી એમ અહીં લેવામાં આવ્યું છે. પહેલા બોલમાં જેમ જીવ ઈન્દ્રિય વડે જાણતો નથી કહ્યું છે તેમ અહીં પણ સમજી લેવું. મનના સંગે પણ જાણવાનું કાર્ય તો જીવ જ કરે છે. તે સમયે મન પણ પુદ્ગલ દ્રવ્યરૂપે પોતાનું કાર્ય કરે છે.
પાંચ બોલની સાથે વિચારણા
અજ્ઞાની જીવ અનાદિ કાળથી ઈન્દ્રિય અથવા મનના અવલંબન વડે જાણવાનું કાર્ય કરતો આવ્યો છે. અનાદિથી તેનો વિષયરૂપી પદાર્થો જ રહ્યા છે. તેથી અજ્ઞાનીની દુનિયા રૂપમય જ બની ગઈ છે. અજ્ઞાનીએ શરીરથી ભિન્ન આત્માને લક્ષમાં લીધો નથી. જીવ અને શરીરના ભિન્ન લક્ષણો તેના ખ્યાલમાં નથી. જ્ઞાન અને સુખ પણ તેણે શ૨ી૨ અને ઈન્દ્રિયની ઓથમાં નાખ્યા છે. આ રીતે તે માત્ર શરીરનો જ સ્વીકાર કરે છે. કદાચ શરીર અને જીવ જાદા છે
કયારેય ન જોયેલા પદાર્થોને પણ મન દ્વારા જાણી શકીએ છીએ. તે આ પ્રમાણે છે. અહીં પણ કાંઈક ઈન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક જ આ જ્ઞાન થતું હોય છે. અહીં શું ફેર પડે છે તે દૃષ્ટાંતથી સમજીએ.
:
એવી વાતો કરે તો પણ તેને જીવના સ્વતંત્ર
અસ્તિત્વનો સ્વીકાર નથી. તે શરીરને સાધન માને
૨૦૦
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
બોલ નં. ૪ :- ચા૨ અને પાંચ બોલમાં માત્ર મનની વાત ક૨વામાં આવે છે. આ બોલમાં બીજાઓ વડે માત્ર અનુમાન દ્વારા આત્મા જણાતો નથી એમ લીધું છે. અહીં પ્રથમ માત્ર મન દ્વારા કેટલું જાણી શકાય છે તેનો વિચા૨ કરીએ. સામાન્ય રીતે તો જે વિષયો પ્રથમ ઈન્દ્રિય પ્રત્યક્ષ થયા હોય તેને જ મન દ્વારા જાણી શકાય છે એ આપણા ખ્યાલમાં છે. એકવા૨ જોયેલા જાણેલા પદાર્થને પછી આપણે ઈન્દ્રિયના અવલંબન વિના માત્ર મન વડે જ વિષય બનાવી શકીએ છીએ. ગમે તે ગામમાં હોઈએ તો પણ મનના સંગે સોનગઢના મંદિરના દર્શન કરી આવીએ છીએ.